Charotar Sandesh
ઈન્ડિયા

માઉન્ટ એવરેસ્ટ પર ૧૦૦૦૦ ટન કચરાની સફાઈ માટે અભિયાન

દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની નોબત આવી છે.
એવરેસ્ટ પર જમા થયેલા લગભગ ૧૦૦૦૦ ટન કચરાની સફાઈ માટે નેપાળે એક ટીમ બનાવી છે.જેમાં પર્વતારોહી સંગઠનો, સ્થાનિક સંગઠનો અને સેનાની એક ટીમ બનાવાઈ છે.આ ટીમમાં ૧૪ સભ્યો સામેલ છે.
અભિયાનના ભાગરુપે ૨૫ એપ્રિલથી આ ટીમ એવરેસ્ટના બેઝ કેમ્પ પર જશે.આ ટીમનુ મિશન એવરેસ્ટને પ્રદુષિત કરી રહેલા ૧૦૦૦૦ ટન કચરાને પાછો લાવવાનુ હશે.નેપાળ સરકાર આ માટે ટીમને ઈનામ પણ આપશે.
માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે દર વર્ષે આવતા સેંકડો પર્વતારોહીઓના કારણે એવરેસ્ટ પર કચરાનુ પ્રમાણ વધી રÌš છે.જેના માટે અગાઉ નેપાળ સરકારની ટીકા પણ થઈ રહી હતી.એવરેસ્ટ પર વધી રહેલી ગંદકીના કારણે ચીને પર્વતારોહીઓની સંખ્યામાં ઘટાડો કર્યો હતો.
જાકે સફાઈ અભિયાનમાં સામેલ એક સંગઠનનુ માનવુ છે કે, એવરેસ્ટને ચોખ્ખો કરવા માટે એક વર્ષનો સમય કાફી નથી. આ માટે સતત પ્રયાસો કરવા પડશે.
૬૬ વર્ષ પહેલા એડમંડ હિલેરી અને તેજિંગ નોર્ગેએ પહેલી વખત એવરેસ્ટ સર કર્યુ હતુ.એ પછી ૪૦૦૦ પર્વતારોહી એવરેસ્ટના શિખર પર ચઢી ચુક્્યા છે.ગત વર્ષે ૮૦૭ પર્વતારોહીઓએ એવરેસ્ટ ફતેહ કર્યુ હતુ.

Related posts

પીએમ મોદી બંગાળની ચૂંટણી વચ્ચે ચૈત્રી નવરાત્રી દરમિયાન ૯ દિવસ સુધી કરશે ઉપવાસ…

Charotar Sandesh

આવતા સપ્તાહથી રેલ્વેની વધુ સ્પેશ્યલ ટ્રેન : રેલ્વે ખાનગી ધોરણે વધુ 151 ટ્રેનો દોડાવવા તૈયાર…

Charotar Sandesh

હવે કેરાલામાં સરકારી કર્મચારીઓને પગાર માટે આધારકાર્ડ આપવું પડશે

Charotar Sandesh