Charotar Sandesh
ગુજરાત

‘મા કાર્ડ’ હોવા છતાં હોસ્પીટલ પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે : નીતિન પટેલ

છેલ્લા બે વર્ષમા ૧૭ હોસ્પીટલ દ્વારા મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસૂલાયા…

ગાંધીનગર,
સરકારની ‘મા કાર્ડ’ યોજનાના પ્રતિષ્ઠત ખાનગી હોસ્પીટલએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો. આ ઉપરાંત મા કાર્ડ અંગે કડક શબ્દોમાં હોસ્પીટલનું લાઇસન્સ રદ કરવાની પણ વાત કરી છે.
તેમણે જણાવ્યું છે કે, સરકારી યોજનાની અમલવારી ન કરતી હોસ્પીટલ સામે સરકાર પગલાં લેવામાં નિષ્ફળ છે. છેલ્લા બે વર્ષમાં ૧૭ હોસ્પીટલ દ્વારા મા કાર્ડ હોવાછતાં દર્દીઓ પાસેથી પૈસા વસુલવામાં આવ્યાં છે. સરકાર દ્વારા આવી હોસ્પીટલ પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસુલાયો નથી. આવી હોસ્પીટલોને ફરજ પડવાના બદલે સરકારે બરતરફ કરી અને નોટિસ આપી દીધી છે. દર્દી પાસેથી લીધેલા પૈસા હોસ્પીટલ પાસેથી વસૂલી સરકારે દર્દીઓને પરત આપ્યા છે.
મા કાર્ડ ધારકો હોવા છતાં તેમની પાસેથી પૈસા વસુલતી હોસ્પીટલોની યાદી રજૂ કરવામાં આવી. જેમાં ક્રિષ્ના શેલબી હોસ્પીટલ, બોડી લાઈન હોસ્પીટલ, પારેખ્સ હોસ્પીટલ, સેવીયર હોસ્પીટલ, વી એસ હોસ્પીટલ, શેલબી હોસ્પીટલ- નરોડા, સ્ટાર હોસ્પીટલ, નારાયણ રુદયાલય હોસ્પીટલ, જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, આનંદ સર્જીકલ હોસ્પીટલ, ગ્લોબલ હોસ્પીટલ, એચસીજી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ, લાઈફ કેર ઇન્સ્ટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલીક હોસ્પીટલ, સ્ટલગ હોસ્પીટલ, સંજીવની હોસ્પીટલ, સાલ હોસ્પીટલનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે નાણાં વસુલ કરી લાભાર્થીઓને પૈસા પરત આપ્યા છે ઉપરાંત હોસ્પીટલોને આ મામલે નોટિસ પણ અપાઈ છે.
નાયબ મુખ્યમંત્રીએ મા કાર્ડ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘અમદાવાદની કેટલીક હોસ્પીટલોમાં કાર્ડ ધારક સાથે પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદ થઇ હતી. સરકારે આ મામલામાં તપાસ કરાવી તો તે હોસ્પીટલમાં મા કાર્ડનાં ધારકો પાસેથી પૈસા લેવાતા હોવાનું પુરવાર થયું હતું.

Related posts

શૌચાલયના કૅર ટૅકરના પુત્રએ ધો-૧૨માં ૯૯.૬૦ પર્સેન્ટાઇલ મેળવ્યાં

Charotar Sandesh

રાજ્યની ગ્રા.મા.અને ઉ.મા.સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓના સંખ્યાબળમાં ફેરફાર…

Charotar Sandesh

એરપોર્ટ ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, નિયમોને નેવ મુકી અદાણીને લાભ કરાવ્યો…

Charotar Sandesh