Charotar Sandesh
બોલિવૂડ

મિડિયા એકપક્ષી અહેવાલો પ્રગટ કરે છે એ વાતનું દુઃખ : ઊર્વશી રૌતેલા

મુંબઈ,
અભિનેત્રી ઊર્વશી રૌતેલાએ એના ભૂતપૂર્વ મેનેજર દ્વારા મિડિયાને અપાયેલી માહિતીને વખોડી કાઢતાં મિડિયા અને પોતાના પૂર્વ મેનેજર બંનેની ઝાટકણી કાઢી હતી.

’જે માણસ સતત ડ્રગ અને શરાબની અસર હેઠળ રહે છે અને અગાઉ મને બ્લેકમેઇલ કરવાના આરોપ હેઠળ જેલમાં જઇ આવ્યો છે એવા મારા ભૂતપૂર્વ મેનેજરની વાતો સાંભળીને મારા વિશે ગમે તેવા અહેવાલ પ્રગટ કરતા મિડિયાને મારે શું કહેવુ ? સંબંધિત વ્યક્તિને પૂછ્યા વિના ગમે તેવં ગોસિપ કૉલમોમાં છાપી નાખનારા મિડિયામેન એકપક્ષી અહેવાલો પ્રગટ કરે છે એનું મને દુઃખ છે’ એમ ઊર્વશીએ કહ્યું હતું.

એણે સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે એકવાર કામ પરથી કાઢી મૂકાયેલ વ્યક્તિ તમારી પાછળ કેવું કેવું બોલે અને લખાવે છે એ જોઇને ખરેખર દુઃખ થાય છે. કોઇ પણ અદાકાર સતત સંઘર્ષ અને અથાક પુરુષાર્થ કર્યા પછી ચોક્કસ સ્થાને પહોંચતો હોય છે. એને બદનામ કરવામાં માત્ર પાંચ મિનિટ લાગે છે. આ બદનામી કલાકારની વરસોની મહેનતને ઘડીવારમાં ધોઇ નાખે છે. આવા લોકો ચરિત્ર હનન કરતાં જરાય ખંચકાતા નથી.

Related posts

અજય દેવગનની ફિલ્મ ’ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ

Charotar Sandesh

મને સલમાનના કારણે નહિ પણ મારા કામના કારણે ફિલ્મો મળીઃ ઝરીનખાન

Charotar Sandesh

‘એવેન્જર્સઃ એન્ડગેમ’ ફિલ્મે ભારતમાં કરી રેકોર્ડબ્રેક કમાણી

Charotar Sandesh