Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઇમાં ઇમારત તુટી પડતા ૧૨ના મોત : ડોંગરી વિસ્તારની ઘટના

મુંબઈ,

ભારે વરસાદ બાદ મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઈમારત તૂટી પડી છે. આ બિલ્ડિંગના કાટમાળમાં ૪૦ લોકો દબાયા હોવાની આશંકા છે.

ટીવી રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટનામાં ૧૨ લોકોનાં મોત થયા છે. હાલ ઘટનાસ્થળ પર એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ સહિતના રેસ્કયુ વાહનો પણ તૈનાત છે. ડોંગરીમાં આવેલી આ બિલ્ડિંગ ૧૧.૪૦ કલાકે તૂટી પડી હતી. કાટમાળમાંથી બચાવકર્મીઓએ એક બાળકને બચાવી લઈને તેને હોસ્પિટલ મોકલી આપ્યું છે. અન્ય ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોંગરી વિસ્તારમાં કૌસરબાગ નામની ચાર માળની બિલ્ડિંગ તૂટી પડી છે. બિલ્ડિંગ સાંકડી ગલીમાં આવવાના કારણે બચાવ કાર્યમાં પણ પારાવાર મુશ્કેલી આવી રહી છે. ગલીમાં ફાયર બ્રિગેડના વાહનો પણ પ્રવેશી શકે તેમ નથી. જેના કારણે બચાવકર્મીઓને પગપાળા જ તમામ કામગીરી કરવી પડી રહી છે.

Related posts

આસામમાં સ્થિતિ સુધારા પર : કરફ્યૂ હટાવાયો, ઈન્ટરનેટ સેવાઓ શરૂ…

Charotar Sandesh

ધોરણ ૧૦ અને ૧૧માના માર્ક્સના આધારે નક્કી થશે ધો.૧૨ના પરિણામ…

Charotar Sandesh

ત્રણ વર્ષની અંદર ભારતના રસ્તાઓ અમેરિકા-યુરોપ જેવા બની જશે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

Charotar Sandesh