Charotar Sandesh
ઈન્ડિયા

મુખ્યમંત્રીનું પદ કોઇને નહિ મળે, ભાજપ-શિવસેના સાથે જ લડશે : ફડણવીસ

ડેપ્યૂટી સીએમનું પદ શિવસેનાને મળી શકે છે…

મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું કે, ભાજપ અને શિવસેના આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. સીટોની વહેંચણી વિશે હજી વાત ચાલી રહી છે. એક-બે દિવસમાં આ વિશે જાહેરાત કરી દેવામાં આવશે. ફડણવીસે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે, તેમને શિવસેનાને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં કોઈ વાંધો નથી. જોકે તેમણે મજાકિયા મૂડમાં કહ્યું હતું કે, રાજ્યના આગામી મુખ્યમંત્રીનું પદ તે કોઈને આપવાના નથી.
સીએમ ફડણવીસે એક કાર્યક્રમમાં કહ્યું છે કે, એનસીપી ચીફ શરદ પવારની રાજનીતિનો યુગ ખતમ થયો છે. તેમણે પાર્ટીઓ તોડી છે. કાળચક્રનો ખેલ જુઓ કે હવે તેમની સાથે એ જ થઈ રહ્યું છે. ફડણવીસે કહ્યું કે, દેશમાં વડાપ્રધાન મોદીએ એક વિશ્વાસ ઉભો કર્યો છે. સીએમએ તે મીડિયા રિપોટ્‌ર્સને નકારી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે જેમાં ૨૮૮ સીટોમાંથી ભાજપને ૧૬૨ અને શિવસેનાને ૧૨૬ સીટો પર ચૂંટણી લડવાના છે.
તેમણે કહ્યું કે, રાજકારણમાં ચૂંટણી જીતવી મહત્વની છે. તેથી લોકોને લાગે છે કે, જે રીતે રાહુલ ગાંધીની પાર્ટી ચલાવે છે અથવા જે કોંગ્રેસની સ્થિતિ છે તે સંજોગોમાં આગામી ૨૦-૨૫ વર્ષ સુધી આ પાર્ટીને કોઈ ચાન્સ નથી. આ સંજોગોમાં રાજનીતિ કરવી હોય તો ભાજપ અને મોદી સાથે કરવી જોઈએ.

Related posts

15 જવાન શહીદ થયા બાદ PM મોદીએ કરી ટ્વીટ

Charotar Sandesh

દિલ્હી સરકારનો લોકડાઉન કરવાનો કોઈ ઇરાદો નથીઃ સિસોદિયાની સ્પષ્ટતા…

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલ થકી સરકારને ચાંદી : એક્સાઇઝની આવકમાં ૪૮ ટકાનો ઉછાળો…

Charotar Sandesh