શાહિદ કપૂરના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરવામાં આવ્યું. શાહિદ કપૂરનું આ પહેલું વેક્સ સ્ટેચ્યૂ છે. શાહિદે વેક્સ સ્ટેચ્યૂની માહિતી ૯ મેએ તેના ટ્વટર પર આપી હતી જ્યારે વેક્સ સ્ટેચ્યૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે, ‘ટ્વનિંગ’. શાહિદે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું જેમાં ‘કમીને’ ફિલ્મના સોન્ગ બાદ વેક્સ સ્ટેચ્યૂ જાહેર કરાયું.