Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મોંઘવારી આસમાને : કોથમીર ૪૦૦ રૂ. અને ચોળી ૧૨૦ રૂ. કિલો…

વરસાદ ખેંચાતા લીલા શાકભાજી અને ફળોના ભાવમાં ભડકો…

ચરોતર સહિત ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતા શાકભાજીના ભાવ પર સૌથી મોટી અસર પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. લીલા શાકભાજીના ભાવમાં ભડકો જાવા મળતો થાળીમાંથી જાણે લીલા શાકભાજી અદ્રશ્ય થઈ ગઈ છે. દરેક વાનગીમાં વપરાતી કોથમીર ૪૦૦ અને લીલી શાકભાજીમાં ચોળી ૧૨૦ રૂ. કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે.

ચોમાસામાં શાકભાજી સસ્તા મળવા જાઈએ તેના બદલે અમદાવાદ સહિત રાજ્યભરમાં લીલા શાકભાજીમાં કિલોએ રૂપિયા ૫૦થી ૬૦નો ભડકો જાવા મળી રહ્યો છે. ડુંગળી અને બટાકા પણ રૂ.૩૦ કિલોમા ભાવે મળે છે. ભોજનમાં દાળ-શાકનો સ્વાદ વધારતી કોથમીરનો ભાવ તો એક કિલોના રૂ. ૨૫૦થી ૪૦૦ થઇ ગયો છે. હવે બજારમાં કોથમીરનું વેચાણ ૫૦ ગ્રામથી શરૂ થાય છે.

લીલા શાકભાજીની સાથે રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં વપરાતા લીંબુ, કોથમીર, ટામેટા અને આદુના ભાવોમાં વધારો થયો છે. રૂ.૫૦ કિલો મળતી કોથમીર હવે ૩૦૦ના ભાવે મળી રહી છે. રૂ.૧૫ના ભાવે મળતા ટામેટા હવે ૬૦ના ભાવે મળી રહ્યાં છે. જ્યારે લીંબુ ૧૦૦ અને આદું ૧૬૦ રૂપિયા કિલો વેચાણ થઈ રહ્યું છે. જ્યારે લીલા શાકભાજી રૂપિયા ૩૦થી ૫૦ કિલો મળતા હતા ત્યારે હવે રૂપિયા ૮૦થી ૧૨૦ કિલો મળી રહી છે. જેથી ગૃહિણીઓ મુંઝવણમાં મુકાઈ છે કે, રોજ ક્યું શાક બનાવવું..?

Related posts

કોરોનાનો કહેર વચ્ચે આણંદમાં લોકડાઉનનો નિયમ ભંગ : સરદાર ગંજ સહિતના બજારોમાં જામી ભારે ભીડ…!

Charotar Sandesh

આણંદમાં મીડિયાકર્મી-પત્રકારમિત્રોએ કોરોના સામે સુરક્ષિત થવા રસીકરણનો પ્રથમ ડોઝ લીધો…

Charotar Sandesh

કઠલાલમાં શ્રી હરિ રેસીડેન્સી ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

Charotar Sandesh