હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ લાગૂ થશે જીએસટી, જીએસટી કલેક્શન લક્ષ્યને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી વધાર્યું…
ન્યુ દિલ્હી : કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની રાજધાની દમણ હશે. આ નિર્ણય મોદી કેબિનેટની બુધવારે યોજાવેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. થોડા સમય પહેલા બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભેગા કરીને એક પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. આ સિવાય મોદી કેબિનેટને પછાત જાતિ (ઓબીસી) આયોજના કાર્યકાળને ૬ મહિના માટે વધારી દીધો છે.
દમણ-દીવના વિલય બાદ હવે દેશમાં આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. આ પહેલા જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની રચના બાદ દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા ૯ થઈ ગઈ હતી. આ વિલય બાદ વધુ એક સંખ્યા ઘટીને આઠ થઈ જશે. મહત્વનું છે કે સરકારનું આ પગલું બંન્ને ક્ષેત્રના પ્રશાસનને સારો બનાવવાના મેનેજમેન્ટ હેઠળ લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે સરકારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે જીએસટી કલેક્શન લક્ષ્યને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી વધારી દીધું છે. ટેક્સ ડિપાર્ટમેન્ટને જાન્યુઆરી અને ફેબ્રુઆરી બન્ને મહિનાઓ માટે જીએસટી કલેક્શન લક્ષ્ય વધારીને ૧.૧૫ લાખ કરોડ રૂપિયા કરી દીધું છે. ત્યારે માર્ચ માટે આ ૧.૨૫ લાખ કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડકરે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે ૨૦૨૧-૨૦૨૨ સુધીના સમયગાળા માટે ૪૩૭૧.૯૦ કરોડ રૂપિયાના કુલ ખર્ચ પર નવી રાષ્ટ્રીય ટેક્નોલોજી સંસ્થાઓ (એનઆઈટી)ના પરિસરોની સ્થાપના માટે સંશોધિત ખર્ચ અનુમાનને મંજૂરી આપી દેવામાં આવી છે.
મહત્વનું છે કે એનઆઈટીની સ્થાપના વર્ષ ૨૦૦૯માં કરવામાં આવી હતી અને તેણે પોતાના અસ્થાઈ પરિસરમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૦-૨૦૧૧થી ખૂબ સીમિત જગ્યા અને પાયાની સુવિધા સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે માર્ચ ૨૦૨૨ સુધી પોતાના સંબંધિત સ્થાઈ પરિસરોથી સંપૂર્ણ રીતે કાર્યાત્મક થઈ જશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિએ રસાયણ અને પેટ્રો રસાયણ વિભાગ હેઠળ એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના હિન્દુસ્તાન ફ્લોરોકાર્બન લિમિટેને બંધ કરવાની મંજૂરી આપી દીધી છે.