એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિહારમા એક જનસભા સંબોધતા પીએમ મોદી અને નીતિશ કુમારની તુલના લૈલા મજનુ સાથે કરી. તેમણે કÌš કે, બન્ને નેતાની આશિકીની દાસ્તા જ્યારે લખવામાં આવશે ત્યારે તેમા લખવામાં આવશે કે, તેમના કારણે ભારતમાં હિંદુ-મુસ્લમાન વચ્ચે નફરત વધી. ઓવૈસીએ આ પ્રકારનું નિવેદન બિહારના કિશનગંજમાં આપ્યુ હતુ.
ઓવૈસીએ વધુમાં કÌš કે, મોદી સરકારની નીતિના કારણે આજે દેશમાં મુસ્લમાનનો વિકાસ થયો નથી. ઓવૈસીએ મહારાષ્ટÙ અને બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગત દિવસે ઓવૈસીએ જણાવ્યુ હતુ કે, દેશમાંથી પીએમ મોદીની હવા ગાયબ થઈ છે. મહારાષ્ટÙ અને બિહારમાં અમે જીતી રહ્યા છીએ. ત્યારે ફરીવાર ઓવૈસીએ પીએમ મોદી અને નીતિશ કુમારને નિશાને લીધા છે.