રાફેલ મુદ્દે ક્લિનચીટ મળતાં શાહના કોંગ્રેસ પર પ્રહારો…
ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે રફાલ ડીલ સામે થયેલી પુનર્વિચાર અરજીને ફગાવી દેતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
અમિત શાહે કહ્યું કે પુનર્વિચાર અરજી રદ્દ કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય તે નેતાઓ અને પાર્ટીઓને આકરો જવાબ છે કે જે રાગદ્વેષ અને પાયાવિહોણા અભિયાન ચલાવે છે.
તેમણે કહ્યું કે સુપ્રીમના નિર્ણયે ફરી એકવાર મોદી સરકારની સાખ પર મહોર લગાવી દીધી. મોદી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી છે.
તેમણે કહ્યું કે હવે તે વાત સાબિત થઇ ગઇ કે રફાલના નામે સંસદ નહીં ચાલવા દેવી તે શરમની વાત છે. કોંગ્રેસ અને દેશહિતોથી ઉપર રાજનીતિ કરનારા લોકોએ માફી માંગવી જોઇએ.