અમારુ બંધારણ ભારતને એક સેક્યુલર ગણતંત્ર જણાવે છે : લખેલ પત્ર
મુંબઇ/ન્યુ દિલ્હી,
મૉબ લિચિંગની વધતી ઘટનાઓ વચ્ચે ફિલ્મ જગતની ૪૯ હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં દેશમાં ભીડ દ્વારા લિચિંગના વધતા ચલણ પર ઉંડી ચિંતા વ્યક્ત કરી છે.
વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં મણિરત્નમ, અદૂર ગોપાલકૃષ્ણન, રામચંદ્ર ગુહા, અનુરાગ કશ્યપ જેવી હસ્તીઓના હસ્તાક્ષર છે. તેમણે પીએમ મોદીને એક એવો માહોલ બનાવવાની માગ કરી છે. જ્યાં અસહમતિને નકારી શકાય નહીં. આ હસ્તીઓએ કહ્યુ કે અસહમતિ દેશને વધુ તાકતવર બનાવે છે. આ પત્રમાં લખ્યુ છે કે અમારુ બંધારણ ભારતને એક સેક્યુલર ગણતંત્ર જણાવે છે જ્યાં દરેક ધર્મ, જૂથ, લિંગ, જાતિના લોકોના બરાબર અધિકાર છે.
આ પત્રમાં માગ કરવામાં આવી છે કે મુસલમાનો, દલિતો અને બીજા લઘુમતીઓની લિચિંગ તાત્કાલિક રોકવામાં આવે. પત્રમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાના આધારે કહેવામાં આવ્યુ છે કે ૧ જાન્યુઆરી ૨૦૦૯થી લઈને ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ વચ્ચે ધર્મની ઓળખ પર આધારિત ૨૫૪ કેસ નોંધાયા, આ દરમિયાન ૯૧ લોકોની હત્યા થઈ અને ૫૭૯ લોકો ઈજાગ્રસ્ત થયા.
પત્ર અનુસાર મુસલમાન જે ભારતની આબાદીના ૧૪ ટકા છે તે એવા ૬૨ ટકા ગુનાનો શિકાર બન્યા જ્યારે ક્રિશ્ચિયન, જેમનો આબાદીમા ૨ ટકા ભાગ છે તે એવા ૧૪ ટકા ગુનાના શિકાર થયા. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આવા ૯૦ ટકા ગુના મે ૨૦૧૪ બાદ થયા હતા, જ્યારે ઁસ્ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા હતા.