ન્યુ દિલ્હી,
લાંબા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા ચર્ચાઓની વચ્ચે રાહુલ ગાંધીએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ જવાબદારી નહીં સંભાળે. યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં કોંગ્રેસના ૫૧ સાંસદોએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા માટે વિનંતી કરી. સૂત્રો મુજબ, રાહુલે આવું કરવાનો ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને સ્પષ્ટ કહી દીધું છે કે હવે તેઓ કોંગ્રેસઆ અધ્યક્ષ તરીકે નથી રહેવા માંગતા. પાર્ટીને તેમનું રિપ્લેસમેન્ટ ટૂંક સમયમાં શોધવું પડશે.
યુથ કોંગ્રેસના કાર્યકરોનો રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર જમાવડો થયો અને તેમને અધ્યક્ષ પદે ચાલુ રહેવા નારેબાજી કરી.