દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સિનેમા ગીતો, ટીપણી રાસ તથા સ્વાદિષ્ટ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન…
USA : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોએ તેમનો વાર્ષિક કાર્યક્રમ માનવ સેવા મંદિરમાં નવેમ્બર 10, 2019 ના રોજ સાંજે 5:00 થી રાતના 10:45 સુધી યોજ્યો હતો. સાંજે 5:00 વાગે અમારા વાર્ષિક કાર્યક્રમમાં આવનાર સભ્યો અને મહેમાનોએ સ્વાદિષ્ટ ભોજનની શરૂઆત કરી હતી અને ભોજનનો કાર્યક્રમ સાંજે 6:30 કલાક સુધી ચાલુ રહ્યો હતો. તે પછી સેક્રેટરી શ્રી હીરાભાઈ પટેલે કારોબારી કમિટીના સભ્યો વતી બધા મહેમાનો અને સભ્યોનું હાર્દિક સ્વાગત કરી આ ભવ્ય કાર્યક્રમની મજા માનવા જણાવ્યું હતું. વિવિધ કાર્યક્રમની સાથે મ્યુજીકલ ગ્પ મધુર રાગમાં વિવિધ સિનેમા ગીતો રજુ કરશે. આ કાર્યક્રમ આપણા સિનિયર્સ ભાઈ બહેનો માટેનો છે અને તે રીતે મજા માણવા વિનંતી કરી હતી. તે પછી કારોબારી કમિટીના સભ્ય શ્રી દિલીપ પટેલે ડૉ. અનંતભાઈ રાવલ, શ્રીમતી કોકિલા પટેલ, શ્રીમતી લલિતા પટેલને સ્ટેજ પર આવવા વિનંતી કરી હતી. તે પછી શ્રી દિલીપ પટેલે આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી છોટાલાલ પટેલ, અતિથિ વિશેષ શ્રી મફતલાલ પટેલ, પરીખ વલ્ડ વાઈડ મીડિયાના વાઈસ પ્રેસીડન્ટ શ્રી ભાઈલાલભાઈ પટેલ, શ્રી ડાહયાભાઇ પ્રજાપતિ, શ્રી પ્રદીપ પટેલ અને શ્રી રાજુભાઈ ચૌહાણ અને ડો. નરસિંહભાઇ પટેલને સ્ટેજ પર આવવા વિનંતી કરી હતી. ડૉ. અનંતભાઈ રાવલ દીપ પ્રાગટ્ય માટે ના શ્લોક બોલવાનું શરુ કર્યું તે સાથે કોકોલાબેન અને લલિતાબેને મીણબતી સળગાવી દીપ પ્રાગટ્ય માટે મહેમાનોને વિનંતી કરી. દીપ પ્રાગટ્ય પછી બધાનો કારોબારી કમિટીના સભ્યો અને એડવાઈઝરી કમિટીના સભ્યો સાથે ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.
તે પછી મ્યુઝિકલ ગ્રુપ તરફથી શ્રીમતી પવિત્રા દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. તે પછી કારોબારી કમિટીના સભ્ય શ્રી અરવિંદભાઈ કોટકે સીનીયર ભાઈ બહેનો તરફ્થી જે આઈટમ આપવાની હતી તે અંગે શ્રી નરેશ દેખતાવાળાને જાહેરાત કરવા જણાવ્યું હતું. શ્રી નરેશ દેખતાવાળાની ટીપની ડાન્સ અંગે જાહેરાત થયા પછી તરત જ ટીપની ડાન્સની બહેનો સ્ટેજ પર ગોઠવાઈ ગઈ હતી. ટીપની ડાન્સનું ગીત શરૂ થતાંની સાથે બહેનોએ જુદા જુદા ફોર્મમાં ટીપની ડાન્સની શરૂઆત કરી હતી. મોટા ભાગની બહેનો ઉંમરલાયક હોવા છતાં ટીપની ડાન્સ બહુ સારો કર્યો હતો. પ્રેક્ષકોએ તાળીઓ પાડીને ટીપની ડાન્સની બહેનોને પ્રોત્સાહિત કરી હતી.
- Yash Patel