ખૈલાયાઓને રાત ટૂંકી પડી રહી છે…
મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમનારાઓની ભારે ભીડ સર્વત્ર જોવા મળી રહી છે…
નવરાત્રિ છેલ્લા તબક્કામાં પહોંચી ગઇ છે. ત્યારે યુવાનો એક પણ મિનિટ ગુમાવવા માંગતા નથી અને ગરબાના મેદાન પર મન મૂકીને રમી લેવાના મૂડમાં છે.
નવરાત્રિ ગરબા મહોત્સવમાં જઇ ખેલૈયાઓના મૂડ અને સ્ટેપ ખેલૈયા દર્શાવી રહ્યાં છે. હવે નવરાત્રિ પૂરી થવામાં એક જ દિવસ બાકી છે ત્યારે ખેલૈયાઓ થાક્યા વગર પરંપરાગત ગરબા ગીતો પર મોડીરાત સુધી રમી લેવાના મૂડમાં આવી ગયા છે. કેટલાક પરંપરાગત ગરબા રમી રહ્યા છે તો કેટલાક ફ્યુઝન ગરબાથી લોકોને આકર્ષી રહ્યા છે. નવરાત્રિ રમવા માટે ઉમરને કોઇ બાધા હોતી નથી. મનોરંજનની સાથે સાથે ગરબા કરવાથી ફિટનેસને પણ ઇમ્પ્રૂવ કરી શકાય છે.
મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમનારાઓની ભારે ભીડ સર્વત્ર જોવા મળી રહી છે. મીઠા સૂરે મા જગતજનનીના ગવાતા ગરબામાં સંગીતના સૂરના સાથથી સમગ્ર માહોલ ગરબામય બની રહ્યો છે. પ્રાચીન-અવાર્ચીન ગરબાની સંંગે પારંપારિક વસ્ત્રશેલીના કારણે રાત્રિના સમયે ગરબા ગ્રાઉન્ડોમાં ખૈલેયાઓના ઉત્સાહનો અજવાશ પથરાયાનું જોવા મળી રહ્યું છે.