મુંબઈ : રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરાએ પોતાની આગામી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ની તૈયારી શરૂ કરી દીધી છે. બંનેએ સોશિયલ મીડિયા પર પહેલા દિવસનો ફોટો પણ શેર કર્યો હતો. પ્રિયંકાએ તો એક વીડિયો બનાવીને શેર કર્યો છે. પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું કે, ‘પહેલો દિવસ- ધ વ્હાઇટ ટાઇગરના ટેબલ રીડ માટે અદભુત ટેલેન્ટેડ ટીમ સાથે. શૂટિંગ માટે રાહ જોઈ શકું એમ નથી.’
આ ફિલ્મ રાઇટર અરવિંદ અડિગાની મેન બૂકર પ્રાઈઝ વિનિંગ ‘ધ વ્હાઇટ ટાઇગર’ નામની બુક પર આધારિત છે. આ ફિલ્મથી આદર્શ ગૌરવ ડેબ્યુ કરવાનો છે. આ ફિલ્મને અમેરિકન ઇરાનિયન ડિરેક્ટર રમિન બહરાની ડિરેક્ટ કરવાના છે. તેમને જ આ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે. ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ આ વર્ષના અંતમાં શરૂ થશે. આ ફિલ્મને નેટફ્લિક્સ અને મુકુલ દેઓરા સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. રાજકુમાર રાવે પોસ્ટ કરેલ ફોટોમાં પ્રિયંકાની સાથે ડિરેક્ટર અને ડેબ્યુ એક્ટર આદર્શ દેખાઈ રહ્યા છે.