એન.એસ)રાજકોટ,તા.૧૪
વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. તેણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. બાદમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પહેલી વખત મતદાન કરનારા યુવાનોને સંબોધ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, એક સમયે અખિલેશ યાદવની પાર્ટીના લોકો માયાવતીને મારવા પાછળ દોડ્યા હતા. તેઓ પણ તેની સાથે ભળી ગયા છે. માયાવતી હાથી ઉપર પૈસાના કોથળા ઘરે લઇ ગયા અને તેને પણ વડાપ્રધાન થવું છે. મહાત્મા ગાંધી વખતની કોંગ્રેસ હાલ છેલબટાઉની બની ગઇ છે
ચૂંટણીનો મુખ્ય મુદ્દો દેશ કોના હાથમાં સલામત, એક તરફ ચોકીદાર છે અને બીજી તરફ દેશને બરબાદ કરનારા લોકો ચોકીદાને ચોર કહેવા ઉભા થયા છે. પાંચ વર્ષમાં નરેન્દ્રભાઇ આ બધાની દુકાન બંધ કરી દીધી છે. જા મોદી પાંચ વર્ષ આવશે તો જેલમાં જવાનો વારો આવશે. માયાવતી પાછળ અખિલેશ યાદવની પાર્ટીના લોકો મારવા દોડ્યા હતા. મોદી નામની મજબૂરી આ બધાને એકત્ર કર્યા છે. રાષ્ટÙવાદની સામે વંશવાદ છે. હવે બેન પ્રિયંકા ગાંધી મેદનામાં આવ્યા છે. ચાવાળો માણસ વડાપ્રધાન થઇ જાય તે તેને ગળે ઉતરતું નથી. આખી કોંગ્રેસ પરિવારવાદમાં કલબલિયા વગાડી રહી છે. બધાને વડાપ્રધાન બનવું છે. લાલુને પણ વડાપ્રધાન બનવું છે જે પશુઓનો ઘાસચારો ખાય ગયો છે. માયાવતી હાથી ઉપર પૈસાના કોથળા ઘરે લઇ ગયા અને તેને પણ વડાપ્રધાન થવું છે. ભૂલથી જા કોંગ્રેસ જીતી જાય તો સવારનો, બપોરનો રાતનો વડાપ્રધાન અલગ અલગ હોય શકે. મોદી મરદ છે, પુલવામાના શહીદ જવાનોના મૃતદેહ વતન આવ્યા ત્યારે મોદીએ તેમને નમન કર્યું હતું. સામ પિત્રોડા, નવજાત સિદ્ધુ અને મણીશંકર આ બધા પાકિસ્તાનની દલાલી કરવા નીકળ્યા છે. મોદી પાસે નથી દીકરી કે જમાઇ, એકદમ ફકડ ગીરધારી છે, દેશ માટે જીવે છે.