Charotar Sandesh
ઈન્ડિયા

રાજસ્થાનમાં બિકાનેર પાસે બસ-ટ્રક વચ્ચેની ટક્કરમાં ૧૦નાં મોત, ૨૦થી વધુ ઘાયલ

ધુમ્મસના કારણે ટ્રકચાલકને મિની બસ ન દેખાતાં થઈ ટક્કર…

બીકાનેર : રાજસ્થાનના બીકાનેરમાં સોમવારે સવારે એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં ૧૦ પ્રવાસીઓના મોત નિપજ્યા છે જ્યારે ૨૦થી વધારે પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના શ્રીડૂંગરગઢ વિસ્તારમાં ઘટી છે. ટક્કર દરમિયાન બસનો આગળનો હિસ્સો ટ્રકમાં ઘુસી ગયો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી.
સ્થાનીકોએ તાત્કાલિક ધોરણે નજીકના બોરમાંથી પાણી લાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આ દરમિયાન ઘણા પ્રવાસીઓ આગની લપેટમાં આવી ગયા હતા. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ય જાણકારી અનુસાર અકસ્માત ગ્રસ્ત બસ બીકાનેરથી સવારે સાડા છ વાગ્યે જયપુરથી નીકળી હતી. બીકાનેરથી જયપુર માટે રવાના થયેલી બસ ઉપડ્યાના એક કલાકમાં જ અકસ્માતનો ભોગ બની હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે.

Related posts

આ સંપત્તિમાં રોકડ રકમ ઉપરાંત ફ્લેટ-જમીનના પ્લોટનો સમાવેશ પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને ત્યાં ઇડીના દરોડાઃ ૩.૬૮ કરોડની સંપત્તિ જપ્ત

Charotar Sandesh

કોરોનાના કહેરમાં તેલિયારાજાઓની મનમાની, સિંગતેલના ભાવ ૨૭૫૦ પહોંચ્યો…

Charotar Sandesh

વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે : એમ્સ ડિરેક્ટર

Charotar Sandesh