Charotar Sandesh
ગુજરાત

રાજ્યની ૧૭ કંપનીઓ પર જીએસટીના દરોડા, ૧૦૦ કરોડની કરચોરી પકડાઈ…

અમદાવાદ : ગુજરાત જીએસટી વિભાગે ગત સપ્તાહે અમદાવાદ, સુરત અને વડોદરામાં ૧૭ કંપનીઓ પર દરોડા પાડ્યા હતાં, જેમાં મોટી સફળતા મળી છે. જીએસટી વિભાગે આ ૧૭ ટ્રાવેલ્સ કંપનીઓમાંથી ૧૦૦.૪૭ કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીમાં આ કંપનીઓ પાસેથી ૪ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટી આ અંગે કડક કાર્યવાહી કરી રહી છે.

જીએસટી સુત્રોના જણાવ્યા અનુસાર, ટૂર્સ અને ટ્રાવેલિંગ સેક્ટરની કંપનીઓ રજીસ્ટ્રેશન નંબર વગર બિઝનેસ કરી રહી હતી. આ પ્રકારની કંપનીઓ ગ્રાહકો પાસેથી ટેક્સ વસૂલ્યા બાદ પણ જીએસટી કાર્યાલયોમાં જમા કરાવ્યો નહતો. આ કંપનીઓ અન્ય રાજ્યો અથવા બહારના સ્થળોનું એડવાન્સ ટૂર બુકિંગ કરે છે. એડવાન્સ બુકિંગ કરતી વખતે ટૂરના સમયે ટેક્સના દરમાં ફેરફાર થયો હોય તો, સુધારા વાળો દર વસૂલ કરવો જોઈએ. આ કંપનીઓ પાર્ટીઓને પણ ટેક્સ પરત પરત નથી કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે, આ કંપનીઓ ટેક્સ વિભાગને પણ ટેક્સની ચૂકવણી નથી કરી.

જીએસટી વિભાગ જ્યાં દરોડા પાડવામાં આવ્યા તે ૧૭ કંપનીઓમાંથી એક ક્ષિતિજ ટૂર્સ એન્ડ ટ્રેડ ફેયર્સ પ્રાઈવેટ લિમિટેડમાં હજુ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ કંપનીઓમાં વડોદરામાં મોટાપાયે વિસંગતતા જોવા મળી છે. દરોડા દરમ્યાન હિસાબ-કિતાબના ડોક્યુમેન્ટ, ડિજિટલ ડેટા અને અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા હવે આના વિશ્લેષણની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Related posts

બાળકોના મૃત્યુ : ભાજપ બીજા રાજ્યને સલાહ આપવા કરતા ગુજરાતમાં ધ્યાન આપે : અમિત ચાવડા

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાના આજે નવા ૬૨૭૫ કેસો : જાણો આણંદ-નડીયાદમાં નિયંત્રણો બાદ કેટલા કેસો નોંધાયા

Charotar Sandesh

પાવાગઢ મંદિર હજુ ૧૦ જૂન સુધી રહેશે બંધ, ચાંપાનેરમાં પણ નો એન્ટ્રી…

Charotar Sandesh