રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મ ‘મર્દાની ૨’ની રિલીઝ ડેટ જાહેર કરાઈ છે. ‘મર્દાની ૨’ આ વર્ષે ૧૩ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. ‘મર્દાની ૨’ ફિલ્મ ૨૦૧૪ની રાનીની ફિલ્મ ‘મર્દાની’ની સિક્વલ છે. આ ફિલ્મને રાનીનો પતિ આદિત્ય ચોપરા પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ‘મર્દાની’ ફિલ્મના રાઇટર ગોપી પુથરન ‘મર્દાની ૨’ના ડિરેક્ટર છે.
આ ફિલ્મમાં પણ રાની ‘શિવાની શિવાજી રોય’ તરીકે પોલીસ ઓફિસરના રોલમાં જ હશે જે એક નિર્દય વિલનની પાછળ પડી હોય છે. ફિલ્મનું શૂટિંગ રાનીએ માર્ચમાં શરૂ કર્યું હતું. છેલ્લે રાની ‘હિચકી’ ફિલ્મમાં દેખાઈ હતી.
‘મર્દાની’ ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકાર હતા. ફિલ્મમાં રાની પોલીસ ઓફિસર હોય છે, જે તેની દત્તક દીકરી ગાયબ થતાં તેની શોધખોળ કરે છે. તેના ઇન્વેસ્ટિગેશનમાં તે મુંબઈમાં ચાલતા હ્યુમન ટ્રાફિકિંગના ધંધાની પોલ ખોલે છે. ‘મર્દાની’ ફિલ્મ ૨૧ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જેને બોક્સઓફિસ પર ૫૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.