નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકારે કડક કાયદાઓ અમલમાં મુક્યા છે : મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા…
રાષ્ટ્રના ૭૩મા સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે સોજિત્રા ખાતે શ્રી એમ. એમ. હાઇસ્કૂલના પટાંગણમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.
રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત કરનાર આણંદ જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરીના પોલીસ અધિકારી શ્રીઆર.એલ. સોલંકી અને બી.ડી.જાડેજા ને મેડલ અર્પણ કરી સન્માન કર્યું હતું આ ઉપરાંત તેજસ્વી ખેલાડીઓનું સન્માન પણ કર્યું હતું સોજીત્રા તાલુકાના વિકાસ માટે માનનીય મંત્રીશ્રી એ રૂપિયા ૨૫ લાખનો ચેક કલેક્ટર શ્રી દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત પ્રકાશને અર્પણ કર્યો હતો અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ ડોગ શો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા
આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઇ પટેલ,પૂર્વમંત્રીશ્રી સી.ડી.પટેલ, પૂર્વ દંડકશ્રી અંબાલાલ રોહિત, જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી એમ.એસ. ગઢવી, નાયબ કલેકટર સોજિત્રા શ્રી હર્ષનિધિ શાહ, મામલતદારશ્રી ડી.કે. ગામીત, અગ્રણીશ્રી મહેશભાઇ પટેલ, ટી.ડી.ઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, બાળકો નાગરિક ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.