રાજ્યમાં ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે હવે તમામ પક્ષનાં નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડી ચોટીનું જાર લગાવી રહ્યાં છે.
સોમવારે કોંગ્રેસના રાષ્ટÙીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટÙમાં એક જ દિવસમાં ત્રણ લોકસભા મતક્ષેત્રોમાં સભાઓ સંબોધશે. જ્યારે ૧૭મી એપ્રિલે બુધવારે પીએમ મોદી બે દિવસનાં પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ બીજા દિવસ ગુરુવારની સવારે સૌરાષ્ટÙના અમરેલીમાં ચૂંટણી સભા યોજશે તે જ દિવસે બીજા રાઉન્ડમાં ગુજરાત આવનારા કોંગ્રેસના રાહુલ ગાંધીની સૌરાષ્ટÙમાં સભાનું આયોજન આખરી તબક્કે છે.
કોંગ્રેસના પ્રિયકાં ગાંધી સૌરાષ્ટÙમાં સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાતમાં તેઓ ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે.
કોંગ્રેસના રાષ્ટÙીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૫ એપ્રિલને સોમવારે સવારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ એક જ દિવસમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. ત્યારબાદ ૧૮ એપ્રિલે કેશોદ અથવા પોરબંદરમાં કોંગ્રેસની પ્રચાર સભાઓ યોજશે. જ્યાર બાદ ૨૦મી એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં જાહેરસભા કરશે તેમ કોંગ્રેસના આંતરિક સૂત્રો કહી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ એપ્રિલની બપોરે ૨ કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી ૨.૩૦ કલાકે સાબરકાંઠા લોકસભા માટે હિંમતનગરમાં ભાજપની જાહેરસભા સંબોધશે. બુધવારે ત્યાંથી સાંજે ૪ કલાકે સુરેન્દ્રનગરમાં અને સાંજે ૭ વાગ્યે આણંદમાં પ્રચાર કરશે. રાત્રે ગાંધીનગરમાં રોકાણ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપના આગેવાનો સાથે રાજ્યની ૨૬ બેઠકો ઉપર ભાજપની Âસ્થતિ અંગે સમિક્ષા પણ યોજશે. બીજા દિવસ ગુરુવારે ૧૮ એપ્રિલની સવારે વડાપ્રધાન અમરેલીમાં ચૂંટણી સભા સંબોધશે.
ભાજપે ગુજરાતમાં સ્ટાર પ્રચારકો ઉતારવાનું શરૂ કર્યુ છે. કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ, સ્મૃતિ ઈરાની ઉપરાંત મહારાષ્ટÙના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સભાઓ સંબોધશે.