કેન્દ્ર સરકારના પ્રયાસો છતાં ડુંગળીના ભાવ ઘટવાનું નામ નથી લેતા…!
સોલાપુર : ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ ઘટવાનું નામ નથી લેતા. કેન્દ્ર સરકારના પ્રયાસો છતાં ડુંગળીના ભાવ ઘટવાનું નામ નથી લેતા. ગરીબોની કસ્તુરી ડૉલર અને પાઉન્ડ કરતા પણ મોંઘી થઈ છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં ભાવ ૨૦૦ રૂપિયા કિલોને પાર પહોંચી ગયો છે. આવી જ રીતે તમિલનાડુમાં પણ કિંમત ૨૦૦ રૂપિયા કિલોને પાર થઈ ગઈ છે.
સોલાપુરના વેપારીઓના મતે મહિનાના અંત સુધી આ કિંમતમાં ઘટાડો આવવાના અણસાર નથી. સોલાપુરમાં ૩૦૦ કિલો ડુંગળીનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. જોકે, રાજ્યના અન્ય બજારોમાં કિંમત ઓછી છે.
નાસિકના લાસલગાવ એપીએમસીમાં ડુંગળીની કિંમત ૧૦૦ રૂપિયે કિલો છે. અહીંયા એવરેજ ભાવ ૭૦ રૂપિયે કિલો છે. લાસલગાંવ મહારાષ્ટ્રની ડુંગળીની સૌથી મોટી માર્કેટ છે.
ગોંડલ યાર્ડમાં ગત અઠવાડિયા ડુગળીની સવા લાખ બોરીની આવક થઈ હતી. અગાઉ પણ યાર્ડમાં ૧.૫ લાખ બોરી ડુંગળીઓ આવી હતી. ડુંગળીના ભાવ વધારાના કારણે આ વર્ષે ૧૫ રાજ્યોના વેપારીઓ ગોંડલ ડુંગળી ખરીદવા માટે આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આવેલો ડુંગળીનો મબલખ લોટ આગામી એક મહિનાની અંદર બજારમાં પહોંચે તેવી શક્યતા છે. ડુંગળીનો મોટો જથ્થો વિદેશથી પણ આયાત કરવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું રાજ્યોની માંગ મુજબ ડુંગળી આપવામાં આવશે.