Charotar Sandesh
ઈન્ડિયા

રેલ્વેમાં ખાન-પાન મોંઘા થયા : ૧૦ રૂ.ની ચાના ૨૦ ચૂકવવા પડશે…

રાજધાની, શતાબ્દી અને દૂરંતોના મુસાફરો તૈયાર રહે…

ન્યુ દિલ્હી : ભારતીય રેલવેના પર્યટન અને ખાન-પાન વિભાગે ટ્રેનોમાં પીરસાતા ચા નાસ્તાની કિંમત વધારવાનો નિર્ણય કરતાં રાજધાની, શતાબ્દી અને દૂરંતો ટ્રેનના મુસાફરોએ હવે વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.
આ ટ્રેનો એવી છે જેમાં ટિકિટ લેતી વખતે જ ચા નાસ્તો અને ભોજનના પૈસા વસૂલ કરી લેવામાં આવે છે. બીજી ટ્રેનોમાં પણ ચા નાસ્તો મોંઘો થશે. જેમ કે અત્યારે ચાના એક કપના દસ રૂપિયા વસૂલ કરાય છે. પરંતુ હવે પછી ચાના એક કપના વીસ રૂપિયા ચૂકવવા પડશે. અન્ય ટ્રેનોના સેકંડ ક્લાસ સ્લીપરના ઉતારુઓએ ચાના કપના પંદર રૂપિયા ચૂકવવા પડશે. દૂરંતોમાં અગાઉ જે ચા નાસ્તો ૮૦ રૂપિયામાં અપાતો હતો એના હવે ઉતારુઓએ ૧૨૦ રૂપિયા ચૂકવવા પડશે.
અલબત્ત ભાવ વધારા સાથે ચા નાસ્તાની ગુણવત્તામાં કોઇ ફેરફાર થશે કે કેમ એની સ્પષ્ટતા કરાઇ નથી. હાલ રાજધાની એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એસીમાં ૧૪૫ રૂપિયે ભોજન અપાય છે. નવા દર અમલમાં આવતાં આ થાળીના ૨૪૫ રૂપિયા થઇ જશે.
નવા મેનુ અને નવા ચાર્જિસની વિગતો પંદર દિવસમાં ટિકિટીંગ વ્યવસ્થામાં અપડેટ કરી દેવામાં આવશે અને ૧૨૦ દિવસ બાદ એટલે કે ૨૦૨૦માં એનો અમલ શરૂ થઇ જશે. આ ભાવવધારો પ્રીમિયમ ટ્રેનો ઉપરાંત સામાન્ય ટ્રેનો અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ઉતારુઓને પણ સરખો લાગુ પડશે.

Related posts

આજે રામના નામે દિલ્હીમાં સરકાર છે, રામ મંદિર બનવું જ જોઇએ : શિવસેના

Charotar Sandesh

વડાપ્રધાન મોદી પરની બાયોપિક’ PM નરેન્દ્ર મોદી’ હવે આ તારીખે થશે રીલિઝ

Charotar Sandesh

Corona : આ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે, નીતિ આયોગે સૂચનો આપ્યા

Charotar Sandesh