Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિત શર્મા વન-ડે ક્રિકેટર ઓફ ધ યર : આઇસીસી

રોહિતે વર્લ્ડકપ ૨૦૧૯ દરમિયાન રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી

વિરાટ કોહલીને સ્પિરિટ ઓફ યર એવોર્ડ,દીપક ચહરને ટી-૨૦ પરફોર્મ ઓફ ધ યર

દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઇસીસી એવોડ્‌ર્સ ૨૦૧૯ની જાહેરાત કરી દીધી છે. આઇસીસી દ્ધારા ૩૨ વર્ષના રોહિત શર્માને વન-ડે ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રોહિત શર્માએ વર્લ્ડકપ ૨૦૧૯ દરમિયાન રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી. છેલ્લા વર્ષે રોહિત શર્માએ સાત વન-ડે સદી સાથે ૧૪૯૦ રન ફટકાર્યા હતા. ૨૮ વન-ડે મેચમાં ૫૭.૩૦ની સરેરાશથી બેટિંગ કરતા રોહિતે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
તે સિવાય વન-ડેમાં નંબર વન બેટ્‌સમેન વિરાટ કોહલીને ખેલભાવના માટે ૨૦૧૯ સ્પિરિટ ઓફ ક્રિકેટર એવોર્ડ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ વર્લ્ડકપ દરમિયાન દર્શકોને સ્ટિવ સ્મિથની હૂટિંગ નહી કરવાની અપીલ કરી હતી. સ્મિથ બોલ ટેમ્પરિંગ મામલા બાદ વાપસી કરી રહ્યો છે.
ઉપરાંત ઝડપી બોલર દીપક ચહરને ટી-૨૦ ક્રિકેટમાં પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. નવેમ્બરમાં દીપક ચહરને બાંગ્લાદેશ વિરુદ્ધ નાગપુર ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ફક્ત છ રન આપીને હેટ્રિક સહિત સાત વિકેટ ઝડપી હતી. ચહર ભારત તરફથી ટી-૨૦ ઇન્ટરનેશનલમાં હૈટ્રિક લેનાર પ્રથમ બોલર છે. સાથે આ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં કોઇ પણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ઇગ્લેન્ડના શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ૨૦૧૯ માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીના વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. સ્ટોક્સની શાનદાર ઇનિંગની મદદથી જ ઇગ્લેન્ડે પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો.

વન-ડે ટીમ ઓફ ધ યરઃ

રોહિત શર્મા, કૈરી હોપ, વિરાટ કોહલી (કેપ્ટન), બાબર આઝમ, કેન વિલિયમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ

ટેસ્ટ ટીમ ઓફ ધ યરઃ

મયંક અગ્રવાલ, ટોમ લાથમ, માર્નસ લાબુશાને, વિરાટ કોહલી (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, વાટલિંગ, પૈટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, વાગ્નર અને નાથન લિયોન

જાણો કોને ક્યો એવોર્ડ મળ્યોઃ

અમ્પાયર ઓફ ધ યર- રિચર્ડ ઇલિંગવર્થ
વન-ડે ક્રિકેટર ઓફ ધ યર- રોહિત શર્મા (ભારત)
૨૦૧૯ સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ એવોર્ડ – વિરાટ કોહલી (ભારત)
ટી-૨૦ પરફોર્મ ઓફ ધ યર – દીપક ચહલ (ભારત)
ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર – પૈટ કમિંસ (ઓસ્ટ્રેલિયા)
ઇમર્જિંગ ક્રિકેટર ઓફ યર – (માર્નસ લાબુળશાને (ઓસ્ટ્રેલિયા)
એસોસિએઐટ ક્રિકેટર ઓફ ધ યર – કાઇલ કોટ્‌જર (સ્કોટલેન્ડ)
સર ગૈરફીલ્ડ સોબર્સ ટ્રોફી – બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ)

Related posts

સચિનના નજીકના મિત્ર ગણાતા વિજય શિર્કેનું કોરોનાથી નિધન…

Charotar Sandesh

ઇંગ્લેન્ડે ટી૨૦માં સાઉથ આફ્રિકાને હરાવી ૩-૦થી જીતી લીધી સિરીઝ…

Charotar Sandesh

વર્લ્ડ કપમાં કોહલી પર પ્રેમવર્ષા કરનાર ભારતીય ટીમના પ્રશંસક ચારૂલતા પટેલનું નિધન…

Charotar Sandesh