ઓવલ : ઓસ્ટ્રેલિયાનાં એડિલેડ ઓવલ મેદાન પર પાકિસ્તાન વચ્ચેની મેચની મુખ્ય વિશિષ્ટતાઓ એ હતી કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં ડેવિડ વોર્નરે અણનમ ૩૩૫ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન ટિમ પેને તે સમયે ટીમની ઇનિંગની ઘોષણા કરી હતી જ્યારે તેમની ટીમને એક ખેલાડી ઇતિહાસ બનાવવા માટે નજીક જઈ રહ્યો હતો. પેને ટીમની ત્રણ વિકેટ પર ૫૮૯ રનની ઇનિંગની ઘોષણા કરી હતી, પરંતુ આ સમયે ઓપનર ડેવિડ વોર્નર ૩૩૫ રનમાં રમી રહ્યો હતો. ડેવિડ વોર્નર જે રીતે બેટિંગ કરી રહ્યો હતો, તેવું લાગી રહ્યું હતું કે તે સરળતાથી ૪૦૦ ને પાર કરી લેશે, પરંતુ પેને તેની પાસેથી આ તક છીનવી લીધી હતી.
વોર્નરનું માનવું છે કે ૪૦૦ રનનો આંકડો પાર કરવો શક્ય છે અને તેણે કહ્યું હતું કે રોહિત નજીકનાં ભવિષ્યમાં આ સિદ્ધિ હાંસલ કરી શકે છે. વોર્નરે કહ્યું, ‘મને લાગે છે કે તે વ્યક્તિગત ખેલાડી પર આધાર રાખે છે. આપણી પાસે અહીં લાંબી બાઉન્ડ્રી છે, કેટલીક વાર ચીજો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. જ્યારે થાકનું વર્ચસ્વ હોય છે, ત્યારે સખત પ્રયત્ન કરવો અને મોટા શોટ રમવું મુશ્કેલ બને છે.’
તેણે કહ્યું, ‘અંતે મેં વેગ આપવા માટે બે રન લેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે હું વિચારતો નહોતો કે હું બોલને બાઉન્ડ્રી પાર કરી શકું છુ.’ વોર્નરે કહ્યું, ‘મને લાગે છે કે જો હું કોઇ ખેલાડીનું નામ લઉ તો એક દિવસ રોહિત શર્મા, ચોક્કસપણે આ કારનામો કરી શકે છે.