નાસાએ હાઇ રિઝોલ્યુશન તસ્વીરો શેર કરી…
આ તસ્વીરો કેન્દ્રથી ૧૫૦ કિલોમીટરના અંતરેથી લેવામાં આવી…
USA : નાસાએ ચંદ્રયાન ૨ના લેન્ડિંગની કેટલીક હાઈ રિઝોલ્યુશન તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતા નાસાએ જણાવ્યું છે કે તસવીર ચંદ્રયાન ૨ના લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થયું તે સ્થળની છે. નાસાની હાઈ રિઝોલ્યુશન તસવીર તેના લૂનર ઓર્બિટર કેમેરા દ્વારા લેવામાં આવી છે. ચંદ્રના જે ભાગ પર હજી સુધી કોઈ પહોંચ્યું નથી તેની સપાટી પર ભારતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન ૨નું સોફ્ટ લેન્ડિંગ થવાનું હતું પરંતુ લેન્ડર વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થવાથી તેનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
વિક્રમ લેન્ડર મોડ્યૂલે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવાની કોશિશ કરી હતી પરંતુ જે પ્રમાણે ઈસરોના વિજ્ઞાનીઓને આશા હતી તે પ્રમાણેનું સોફ્ટ લેન્ડિંગ ન થઈ શક્યું. ૭ સપ્ટેમ્બરના રોજથી ઈસરો સાથે નાસાના કનેક્શનનો પણ સંપૂર્ણ રીતે અંત આવી ગયો હતો. નાસાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ‘ચંદ્રમાની સપાટી પર નાસાનું હાર્ડ લેન્ડિંગ થયું છે, તે સ્પષ્ટ છે. સ્પેસક્રાફ્ટ કયા લોકેશન પર લેન્ડ થયું તે હજી સુધી સ્પષ્ટ રીતે નથી કહી શકાય તેમજ આ તસવીરો કેન્દ્રથી ૧૫૦ કિલોમીટરના અંતરેથી લેવામાં આવી છે.’
નાસાએ શેર કરેલી તસવીર તેમના ઓર્બિટરે લીધી હતી. નાસા તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં જ્યારે ચંદ્ર પર પ્રકાશ પથરાશે ત્યારે ફરી એક વખત ઓર્બિટર આ જ લોકેશનની વધુ તસવીર મોકલશે. નોંધનીય છે કે વિક્રમ સાથે સંપર્ક સ્થાપવા માટે ઈસરો પાસે શનિવાર સુધીનો જ સમય છે કારણ કે જે જગ્યાએ વિક્રમ લેન્ડર ઉતર્યું છે ત્યાં હવે શનિવારથી ૧૪ દિવસ સુધી રાત શરૂ થઈ જશે.
- Yash Patel