Charotar Sandesh
ગુજરાત

લેબોરેટરીના સાધનો બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ ખાતે સોમવારે સવારે એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગને કારણે કર્મચારીઓમાં નાસભાગ મચી હતી.
સરદાર એસ્ટેટ ખાતે હનુમાનજી મંદિરના ખાંચામાં આવેલી લેબોરેટરીના કાચના સાધનો બનાવતી સુપર સાયન્ટફિક ગ્લાસ નામની કંપનીમાં સવારે ૧૧ વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રોસેસીંગ કામ ચાલી હતું ત્યારે ઉપરના સ્ટોર રૂમમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા.
કાચના સાધનો ઘાસ અને પુઠામાં પેકિંગ કરવામાં આવતા હોઈ આગ ઝડપથી પ્રસરી હતી અને ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી ઉપરનો ગોડાઉનનો ફ્લોર આગમાં પકડાઈ ગયો હતો.
પાણીગેટ ફાયર સ્ટેશનના ઓફિસર એમ એન મોઢ લશ્કરો સાથે આવી ગયા હતા અને પતરાના શેડ તોડી આગ બુઝાવવાની કામગીરી કરતા બે કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે આગ લાગી તે કંપનીમાં વેÂન્ટલેશન અને ફાયરસેફ્ટીના સાધનોની સુવિધા નહીં હોવાથી આગે વિકરાળ રૂપ લીધું હતું.

Related posts

છૂટક મીઠાઈના બોક્સ અને પેકેટ પર બેસ્ટ બીફોર ડેટ લખવી ફરજિયાત કરાઈ…

Charotar Sandesh

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેન્દ્રીય કમિટિમાં થઇ નિમણૂક…

Charotar Sandesh

વિધાનસભા અધ્યક્ષે માસ્કનું ચેકિંગ કર્યુ, ૪ કર્મચારીને ફટકાર્યો ૫૦૦ રૂ.નો દંડ…

Charotar Sandesh