ન્યુ દિલ્હી,
લોકસભા ચૂટંણીમાં કોંગ્રેસ પાર્ટીની કરારી હાર બાદ કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામા પડવા લાગ્યા છે. પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો, અને હવે રાજ્ય પ્રદેશ પ્રભારીએ રાજીનામાની ઓફર કરી છે. આસામથી લઈને પંજાબ અને મધ્ય પ્રદેશથી લઈને રાજસ્થાન સુધીના દિગ્ગજ નેતાઓ રાજીનામાની વાત કરી ચૂક્્યા છે. હજુ સુધી વિવિધ પ્રદેશોનાં ૧૩ સિનિયર નેતાઓએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ પાસે મોકલી દીધું છે. તો રાહુલનાં રાજીનામા અંગે અટકળોનું બજાર ગરમ છે. જા કે રાહુલના રાજીનામા અંગે કોંગ્રેસે મૌન ધારણ કરેલું છે. પણ સુત્રો અનુસાર રાહુલ હજુ પણ રાજીનામું આપવા માટે મક્કમ છે. રાહુલે પાર્ટીના બે સિનિયર નેતાઓને પોતાનું રિપ્લેસમેન્ટ શોધવાની જવાબદારી પણ સોંપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જેમ ૧૩ દિગ્ગજ નેતાઓએ રાજીનામાનો પ્રસ્તાવ મુક્્યો છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના પ્રભારી અશોક ચૌહાણે લોકસભા ચૂંટણીના પરિણામોના આગળના દિવસે જ રાજીનામાની વાત કરી હતી. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ, ઝારખંડ કોંગ્રેસ ચીફ અજય કુમાર અને આસામ કોંગ્રેસ અધ્યક્ષ રિપુન વોરાએ પણ સોમવારે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષને મોકલ્યું છે. આ અગાઉ રાજ બબ્બર, કમલનાથે પણ રાજીનામાની વાત કરી હતી. ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર અને આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરાએ પણ નિરાશાજનક પ્રદર્શન બાદ પોતાનું રાજીનામું રાહુલ ગાંધીને મોકલાવ્યું છે.
લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી માટે અસ્તત્વનું જાખમ ઉભું થયું છે. આ સમયે રાહુલ ગાંધી પાર્ટીના સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સી વેણુગોપાલ અને અહેમદ પટેલે રાહુલ સાથે મુલાકાત કરી હતી. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસને રાજસ્થાનમાંથી એક પણ સીટ નથી મળી.
સુત્રોનું કહેવું છે કે, રાજીનામા અંગે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી માટે ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસમાં આવનારા દિવસોમાં સંગઠનાત્મક બદલાવ અને પાર્ટી નેતૃત્વમાં બદલાવ જાવા મળી શકે છે.