Charotar Sandesh
ગુજરાત ચરોતર ધર્મ

સંતો તો સંપ્રદાયની સાચી શોભા છે..! : આચાર્ય મહારાજશ્રી વડતાલ ગાદીસ્થાન

આજરોજ ચૈત્ર સુદ અગિયારસે વધુ ૬ પાર્ષદોએ ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષા ગ્રહણ કરી. પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૧૬ વર્ષમાં ૫૯૦ દિક્ષા આપી છે. જીવનમાં સંતોને ૧૦૦૮ સંતોને દિક્ષાનો શુભ સંકલ્પ કર્યો છે. આજરોજ એક મહારાષ્ટ્ર મુંબઈ નિવાસી મિકેનિકલ એન્જીનીયર પણ સંત બન્યા છે. વસઈ હરિસેવાદાસજી સ્વામીના સેવક યુવક હવે ઘનશ્યામજીવનદાસજી સ્વામી બન્યા છે. આજરોજ નવદિક્ષિત સંતોને શ્રીજીદીક્ષાધામ પીપલાણાથી મોહનપ્રસાદ સ્વામી, સુરત ગુરૂકૂલ થી શ્વેત સ્વામી, હરિસેવાદાસ સ્વામી – વસઈ; વિશ્વપ્રકાશ સ્વામી મુળી વગેરે સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા.
આ અવસરે આચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, આપણે શ્રીજી મહારાજના વચનોમાં વિશ્વાસ રાખી આગળ વધી રહ્યા
છીએ સાથે કરોડો સત્સંગીઓ માટે કલ્યાણ અને મોક્ષના અધિકારી બન્યા છીએ.! મહારાજશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કથાના વક્તા શાસ્ત્રી હરિપ્રકાશદાસજી ખૂબ વિદ્વાન છેઃ શ્રીજી મહારાજે કહ્યા તેવા સંત છેઃ જેઓ હંમેશા શાસ્ત્ર સંમત વાત કરે છે જેથી તે અસરકારક હોય છેઃ આવા સંતોમાં ભગવાન રહીને વાણીરુપે ઉપદેશ કરે છેઃ કેવળ પુરુષોત્તમને રાજી કરવા માટે સંતોએ સદાય પ્રયત્ન કરજો અને સંપ્રદાયને જો વિશ્વ સમક્ષ લઇ જવો હોય તો મૂળ શાસ્ત્રો મુજબ જ પ્રચાર પ્રસાર કરવો જોઇએઃ મૂળ સિધ્ધાંત મુજબ થોડું પણ ભજન કરશો તો ભગવાન ખૂબ રાજી થશેઃ પૂજ્ય મહારાજશ્રીએ વિદ્વાન સંતોની સ્મૃતિમાં ઉત્સવનું આયોજન કરવા બદલ ઘાટકોપરના સત્સંગીઓને અભિનંદન આપ્યા હતાઃ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આસને દિક્ષા સમારંભનું આયોજન થયું હતુંઃ સંચાલન શ્રી મુનિવલ્લભ સ્વામીએ સંભાળ્યું હતું. Associate શ્યામવલ્લભ સ્વામી, શુકદેવ સ્વામી, શ્વેત સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પુરોહિત ધિરેનભાઈ ભટ્ટે મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરાવી હતી. વિધિ પૂર્ણ થતાંં પૂજ્ય મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. નવદિક્ષિત સંતોએ દેવોના દર્શન કર્યાં હતા. કથા સમારંભમાં આ સંતોને પુષ્પમાળાઓ પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુંઃ

Related posts

ગુજરાતમાં પહેલીવાર ૨૫ ગુજરાતી બનશે IPS : મહેસાણામાંથી સૌથી વધુ

Charotar Sandesh

છ પેટાચૂંટણી પર મતદાન પૂર્ણ : સૌથી વધુ થરાદમાં તો સૌથી ઓછુ અમરાઇવાડીમાં…

Charotar Sandesh

અમદાવાદમાં સી પ્લેન માટે વોટર એરોડ્રામનું કામ શરૂ, બે દિવસમાં બની જશે પ્લેટફોર્મ…

Charotar Sandesh