Charotar Sandesh
ગુજરાત ચરોતર

વડોદરા : ચાંદીપુરા વાઇરસથી પ વર્ષની બાળાનું મોત થતા દોડધામ…

વડોદરા : વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીનું ચાંદીપુરા વાઈરસથી મોત થયું છે. પૂણેની લેબનો રિપોર્ટ આવતા વડોદરાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ભાયલી ગામમાં રહેતા પાંચ વર્ષની બાળકીને 28 જૂનના રોજ તાવ આવ્યો હતો. તેની સારવાર ગોત્રીની સરકારી હોસ્પિટલમાં ચાલતી હતી. ત્યારે બે દિવસ બાદ 30 જૂનના રોજ બાળકીનું મોત નિપજ્યું હતું. તેના બાદ બાળકીના સેમ્પલને પૂણેની વાયરોલોજિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે બાળકીના મોતનો રિપોર્ટ આવતા વડોદરાના આરોગ્ય વિભાગમા ખળભળાટ મચ્યો હતો. ચાંદીપુરા એ સેન્ડફલાય નામની માખથી થતો વાઈરસ રોગ છે. વડોદરાની બાળકીનો તાવ શંકાસ્પદ હોવાથી તેનો રિપોર્ટ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

  • શું છે ચાંદીપુરા વાઈરસ…

 વાઈરસ સેન્ડફ્લાય નામના માખીથી ફેલાય છેતેનાથી  રોગ ફેલાય છેખેતરગાયભેંસઘોડાના તબેલા જેવા સ્થળોથી વાઈરસ પેદા થાય છે બાળક મોટાભાગે બાળકોને ઝપેટમાં લે છે. તેનાથી પહેલા તો બાળકોને ઝાડા-ઉલ્ટીથી ખેંચ આવે છે અને બાળકો બેહોશ થઈ જાય છે. આ વાઈરસ લાગ્યાબાદ બાળકના મગજ પર સોજો આવે છે. ત્યાર બાદ તે ઝડપથી શરીરમાં ફેલાઈ જાય છે.

Related posts

આણંદ જિલ્લામાં ગામેગામ ઠંડીનું મોજું ફરી વળ્યું : જાણો હજુ કેટલા દિવસ કાતિલ ઠંડીનું જોર રહેશે

Charotar Sandesh

રાજ્યમાં રસીકરણનો આંકડો બે કરોડને પાર, ૨૩.૪૭ લાખ અમદાવાદીઓએ લીધી રસી…

Charotar Sandesh

આણંદ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા હાડગુડમાં દર્દીના મકાન સહિતના વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો…

Charotar Sandesh