Charotar Sandesh
ગુજરાત

વડોદરા, નર્મદા, ડાંગ, પંચમહાલનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા…

રાજ્યમાં ચોથી ડિસેમ્બરનાં રોજ સામાન્ય કમોસમી વરસાદ વરસશે…

ગાંધીનગર : રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરનાં રોજ સામાન્ય કમોસમી વરસાદ વરસશે. દરમિયાન ગઇકાલે સાંજથી વાતાવરણમાં પલટો આવતા આહવા, વડોદરાનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ફરીથી શિયાળામાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.
વડોદરામાં મધ્ય રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝપટા પડ્યાં હતાં. આ સાથે પંચમહાલ અને ગોધરામાં પણ વહેલી સવારે કમોસમી મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભર શિયાળે ચોમાસા જેવી ઋતુનો અહેસાસ થતાં ખેડૂતો અને માંગલિક પ્રસંગોનાં આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે પંચમહાલ જિલ્લાનાં ગોધરામાં ૭મીમી, કાલોલમાં ૧૨મીમી, હાલોલમાં ૯મીમી, શહેરામાં ૧મીમી, ઘોઘબામાં ૨મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત-મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી વકી છે.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેના કારણે વરસાદી ઝાપટું પડવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. મહત્વનું છે કે અહીં ગઇકાલે અહીં વરસાદ વરસ્યો હતો.

Related posts

રાજ્યમાં રસીકરણનો આંકડો બે કરોડને પાર, ૨૩.૪૭ લાખ અમદાવાદીઓએ લીધી રસી…

Charotar Sandesh

રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના પ્રોફેસરોને મળશે સાતમા પગાર પંચનો લાભ…

Charotar Sandesh

ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા, માતરથી મહિપતસિંહ ચૌહાણ, જુઓ

Charotar Sandesh