જાહેર રસ્તાઓ ઉપર રખડતી ગાયોને લઈ રાહદારીઓ તથા વાહનચાલકોને અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે…
વડોદરા,
વડોદરા તાલુકાના બીલ ગામના જય રણછોડ ગ્રુપના સભ્યોએ જીવદયા બતાવી ઈજાગ્રસ્ત થયેલ ગાયને યોગ્ય સ્થળે ખસેડી સારવારઅર્થે પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
નોંધનીય છે કે, કેટલાક ગોવાળીયાઓ દ્વારા પોતાની ગાયોને જાહેર રસ્તાઓ કે ગામોમાં રખડતી મુકી દેવામાં આવે છે, જેને આવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે. તેમજ જાહેર રસ્તાઓ ઉપર રખડતી ગાયોને લઈ રાહદારીઓ તથા વાહનચાલકોને અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે, જેથી બીલ ગામ સહિત શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ વધવા પામ્યો છે. આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય પગલા લઈ નિવારણ લાવવામાં આવે તેવી માંગ શહેરીજનો તથા ગ્રામજનોમાં ઉઠવા પામી છે.
બીલ ગામ સહિત શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ વધવા પામ્યો છે…
- રવિન્દ્ર પટેલ, બીલ