Charotar Sandesh
ગુજરાત ચરોતર

વડોદરા સામૂહિક દુષ્કર્મ : આરોપીઓની માહિતી આપનારને ૧ લાખનું ઇનામ…

પોલીસ કમિશનરે રાત્રે ૯ વાગ્યા પછી દાંડિયા બજાર બ્રિજ પર બેસવા પ્રતિબંધ મુક્યો…

વડોદરા : વડોદરા શહેરના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મની બનેલી ઘટનામાં આરોપીઓની માહિતી આપનારને રૂપિયા ૧ લાખના ઇનામની જાહેરાત પોલીસ કમિશનરે કરી છે. આ ઉપરાંત રાત્રે ૯ વાગ્યા બાદ દાંડિયા બજાર બ્રિજ ઉપર બેસવા આવતા લોકો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે નવલખી મેદાનમાં બનેલી ઘટના ગંભીર છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ૮ ટીમો બનાવવામાં આવી છે. અને આરોપીઓની માહિતી આપનારને રૂપિયા ૧ લાખનું ઇનામ આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવલખી મેદાન મોટો જંગલ વિસ્તાર છે. જેમાં આવવા જવા માટે ૩૦થી ૪૦ જગ્યાઓ છે. પોલીસ તંત્ર દ્વારા ડ્રોનની મદદથી આઇન્ડેટીફાઇ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓ જે રસ્તા ઉપરથી પસાર થયા હતા. તે રસ્તા ઉપર જ્યાં સીસીટીવી હશે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સાંજ પછી નવલખી મેદાનમાં અને દાંડિયા બજાર બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો બેસવા માટે આવે છે. અગાઉ મેદાનમાં અને બ્રિજ ઉપર રાત્રે ૯ વાગ્યા પછી બેસવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, લોકોની રજૂઆત બાદ રાત્રે ૧૧ વાગ્યા સુધી બેસવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, બે દિવસ પૂર્વે બનેલી ઘટનાને ધ્યાનમાં લઇ હવે રાત્રે ૯ વાગ્યા બાદ નવલખી મેદાનમાં અને બ્રિજ ઉપર કોઇને બેસવા દેવામાં આવશે નહીં.

Related posts

ગુજરાત ચેતે : ૫ એપ્રિલ સુધી કોરોનાના કેસ વધશે…

Charotar Sandesh

આગામી ૧૦મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે આણંદમાં : ૧ લાખથી વધુ જનમેદની થશે એકત્ર

Charotar Sandesh

ત્રીજી લહેરના ભય વચ્ચે ભાદરવી પૂનમની ઉજવણી થશે કે કેમ તે અંગે ભક્તો ચિંતીત

Charotar Sandesh