મુંબઈ,
વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મ ‘કુલી નંબર ૧’નું બેંગકોકમાં શૂટિંગ આજથી (૯ ઓગસ્ટ) શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરે છે અને વાસુ ભગનાની પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ આવતા વર્ષે પહેલી મેના રોજ રિલીઝ થશે.
આ વર્ષે પહેલી મેના રોજ વરુણ ધવને આ ફિલ્મની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. ૧૯૯૫માં આવેલી ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ ‘કુલી નંબર ૧’ની રીમેકમાં ગોવિંદાને બદલે વરુણ ધવન તથા કરિશ્માની જગ્યાએ સારા અલી ખાન જોવા મળશે. આ ફિલ્મમાં રાજપાલ યાદવ પણ છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૫માં આવેલી આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘ચિન્ના મપીલ્લાઈ’ પરથી બનાવવામાં આવી હતી.