Charotar Sandesh
સ્પોર્ટ્સ

વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ પીએમ અને કિરણ રિજિજૂ સાથે સાથે મુલાકાત કરી…

સ્વિટ્‌ઝર્લેન્ડમાં ઐતિહાસિક જીત બાદ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ સ્વદેશ પરત આવી પહોંચી અને આજે તેણે કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેની સાથે કોચ ગોપીચંદ પણ હાજર રહ્યાં હતા. રિજિજૂ બાદ પીવી સિંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ સાથે મુલાકાત પર ટ્‌વીટ કર્યું અને તેને ભારતનું ગૌરવ ગણાવ્યું હતું. વડાપ્રધાને વર્લ્ડ ચેમ્પિયન અને ભવિષ્ય માટે સિંધુને શુભેચ્છા આપી હતી. આ મુલાકાત બાદ કિરણ રિજિજૂએ કહ્યું કે, પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો અને પ્રથમવાર બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. તેની આ સફળતા પર મારા તરફથી શુભકામનાઓ.
આ પહેલા ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સિંધુએ રવિવારે સ્વિટ્‌ઝર્લેન્ડના બાસેલમાં બીડબ્લ્યૂએફ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ-૨૦૧૯ની ફાઇનલમાં વિશ્વની ચોથા નંબરની ખેલાડી જાપાનની નોઝોમી ઓકુહારાને સીધી ગેમમાં ૨૧-૭, ૨૧-૭થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Related posts

IPL Auction 2024 : મિશેલ સ્ટાર્ક IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો

Charotar Sandesh

તમારા સંન્યાસથી ૧૩૦ કરોડ ભારતીયો નિરાશઃ વડાપ્રધાનનો ધોનીને પત્ર…

Charotar Sandesh

વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમમાં પાકિસ્તાનનો સમાવેશઃ ગાંગુલી

Charotar Sandesh