Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

વાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ લાગે છે ચૂંટણીપંચની શÂક્તઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ કોર્ટ યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી સામે પંચની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા જાતિ/ધર્મના નામે મત માંગવાના કેસમાં આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, અમે એવા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. નેતાઓએ આપત્તિજનક ભાષણો પર ચૂંટણી પંચે કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સંતોષ વ્યક્ત કર્યો. ચૂંટણી પંચના જવાબમાં મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈએ ટિપ્પણી કરતા કÌšં હતું કે, લાગે છે કે ચૂંટણી પંચની શÂક્તઓ તેને પરત મળી ગઈ છે.
સુપ્રીમ કોર્ટે શારજાહ (યુએઈ)ના એક એનઆરઆઈ યોગા ટીચર મનસુખાનીની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં એવા નેતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી, જેઓ ચૂંટણી દરમિયાન જાતિ-ધર્મના આધારે ટિપ્પણીઓ કરે છે. કોર્ટે ૮ એપ્રિલે આ મામલે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી.
સુનાવણી દરમિયાન ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈએ જ્યારે ઉત્તરપ્રદેશમાં નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદીત નિવેદન આપવાની બાબતે ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી તે અંગે સવાલ કરાયો તો પંચે કÌšં કે અમે આ મામલે માત્ર નોટિસ મોકલી જવાબ માગી શકીએ છીએ. તે મુદ્દે નારાજ સુપ્રીમ કોર્ટની બેંચે કÌšં કે હકિકતમાં તમે એવું કહેવા માગો છો કે તમે શÂક્તહીન છો.
સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ચૂંટણી પંચે સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા પ્રમુખ માયાવતી પર ૪૮ અને ૭૨ કલાક સુધી પ્રચાર કરવાની રોક લગાવી છે. આ નિર્ણયના થોડાંક કલાક પછી પંચે ભાજપના નેતા મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાન પર પણ ૪૮ અને ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવા પર રોક લગાવી છે.
આ કાર્યવાહી બાદ આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, જાતિ/ધર્મના મત માંગનારા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈએ કÌšં હતું કે, હવે કોર્ટને કોઈ ઇન્ટરિમ આદેશ આપવાની જરૂર નથી. આજે કોઈ આદેશ પસાર નહીં

Related posts

૧૫ દિવસમાં તમામ પ્રવાસી શ્રમિકને તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે…

Charotar Sandesh

અમે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ : વાયુસેનાની ચીનને ખુલ્લી ચેતવણી…

Charotar Sandesh

શોપિયાંમાં સુરક્ષાદળોને મોટી સફળતા : આતંકી જાકીર અહમદ ઝડપાયો, બે કમાન્ડર સહિત 14નો સફાયો…

Charotar Sandesh