૧૦ જિલ્લાના લોકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે એક રાત માટે સહકાર આપો…
ગાંધીનગર,
સીએમ રૂપાણીએ કંટ્રોલ રૂમની મુલાકાત લેતા અધિકારીઓને વાવાઝોડા અંગેની તૈયારીઓ અંગે પૂચ્છા કરી હતી. તેમણે કહ્યું કે, આ વાવાઝોડાની ગતિની સામે આપણી ગતિ વચ્ચેની આ લડાઇ છે. અને વાવાઝોડાથી થતા નુકસાનને ઘટાડી શકાય તેવી સૂચના આપી છે. તેમણે જણાવ્યું હતું કે બંદરોને જહાજો અને પેસન્જર જહાજોને દૂર દરિયામાં છોડવામાં આવે તેવી સૂચના આપી હતી. તો સાથે સાથે દરિયામાં ખારવા સમાજના લોકોની બોટોને ઘરે બોલાવી લેવામાં આવે છે. અને તેમને જરૂર દરેક મદદ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાયું વાવાઝોડાની આવતી કાલે વહેલી સવારથી પરમ દિવસ સુધી વ્યાપક અસર થશે. હવામાન વિભાગ ૧૩૦ કિલોમીટર ફૂંકાશે પરંતુ આજે તેની ગતિ વધુ છે અને તે ૧૫૦ કીલોમીટર ફૂંકાઇ રહ્યું છે. એટલે તેની તિવ્રતા વધતી જાય છે એ ચિંતાનો વિષય છે.
રાજ્યનાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હું મીડિયાના માધ્યમથી ૧૦ જિલ્લાઓના લોકોને વિનંતી કરું છું કે, એક રાત માટે સ્થળાંતર થવા માટે તંત્રને સહકાર આપે. મધરાત્રે વાવાઝોડું ત્રાટકશે. મધરાત્રે બધા સુતા હશે. વિજળી ન પણ નહોય. એટલે આપણે અંધારામાં ફાંફા ન મારવા પડે તેવી પરિસ્થિતિમાં તમામ લોકો સહકાર આપે તે જરૂરી છે.