Charotar Sandesh
ગુજરાત ચરોતર

વાયુ વાવાઝોડાની અસર : રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં વરસાદની ઝલક જોવા મળી…

  • ખેડા જિલ્લાના કઠલાલમાં ૧૩ મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં ૨૭ મી.મી. અને સોનગઢમાં ૧૫ મી.મી., જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૩૮ મી.મી. વરસાદ વરસ્યો હતો

ગાંધીનગર,
રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. સવારે ૮.૦૦ વાગે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૭ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧૨ મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને ૪૫ મી.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ ૧૦૮ તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે.
રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે ૮.૦૦ વાગે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાઓના ૧૦૮ તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ૪૫, સરસ્વતી તથા હારિજમાં ૧૬, પાટણમાં ૧૮, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ૩૩, પાલનપુરમાં ૧૭, દિયોદરમાં ૧૪, દાંતા અને ડિસામાં ૧૨-૧૨, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ૪૩, હિંમતનગરમાં ૩૪, ઇડરમાં ૨૨, ખેડબ્રહ્મામાં ૨૧, તલોદમાં ૨૧, વડાલીમાં ૧૮ અને ૧૬ મી.મી., મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ૩૮, વિસનગરમાં ૩૬, વડનગરમાં ૨૧, મહેસાણામાં ૨૨ અને ઉંઝામાં ૧૧ મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં ૩૩ અને કલોલમાં ૨૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં ૧૬ મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૨ મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૦ મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૨૫ મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૧૪ મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૧૨ મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૧ મી.મી. તથા જામનગર તાલુકામાં ૨૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

Related posts

ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ શરૂ, સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચ્યા…

Charotar Sandesh

૯ જિલ્લાઓમાંથી ૧૧૦ કરતાં વધુ મૃત પક્ષીઓના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા…

Charotar Sandesh

ઉમરેઠ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

Charotar Sandesh