મુંબઈ : છેલ્લા ઘણા સમયથી એક્ટર વિક્રાંત મેસી અને તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુરની સગાઈના સમાચાર વાઇરલ થઈ રહ્યા છે. અફવા લગતી આ વાતને વિક્રાંતે જ કન્ફર્મેશન આપી દીધું છે. કોઈમોઈ યુટ્યુબ ચેનલના ઇન્ટરવ્યૂમાં વિક્રાંતે આ વાત સ્વીકારી છે.
ઇન્ટરવ્યૂમાં વિક્રાંતે કહ્યું કે, હા, ગયા મહિને મારા ઘરે એક નાનકડું ફંક્શન રાખ્યું હતું. આ સેરેમનીમાં મારા નજીકના મિત્રો અને અમુક ફેમિલી મેમ્બર જ હાજર હતા. જો કે, મને લાગે છે કે યોગ્ય સમય આવવા પર હું આ વિષય પર વાત કરીશ. વિક્રાંતે લગ્નની પણ કોઈ માહિતી શેર કરી નહોતી.
ઉલ્લેખનીય છે કે, વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ઓલ્ટ બાલાજીની બ્રોકન બટ બ્યુટીફુલ વેબ સિરીઝની પ્રથમ સિરીઝમાં એકસાથે કામ કર્યું હતું. હાલ સ્ટ્રીમિંગ થઈ રહેલી બીજી સીઝનમાં પણ તેઓ એકસાથે જોવા મળ્યા છે.