Charotar Sandesh
બોલિવૂડ

વેબ સિરિઝ સિટડલમાં પ્રિયંકા ચોપરા નજરે પડશે…

મુંબઇ : ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પરની વેબ સિરીઝ ‘સિટડલ’માં પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવામાં આવી છે. ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ ફેમ ડિરેક્ટર ડ્યુઓ રુસો બ્રધર્સની આ વેબ સિરીઝમાં પ્રિયંકા ચોપરાની સાથે રિચર્ડ મેડન પણ લીડ રોલમાં છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ શેર કરતાં લખ્યું કે, ‘રિચર્ડ અને રુસો બ્રધર્સ સાથે કામ કરવા માટે રાહ જોઈ શકું એમ નથી. આ મલ્ટિ લેયર ગ્લોબલ ફ્રેન્ચાઇઝી ઇન્ડિયા, ઇટલી અને મેક્સિકોના લોકલ લેન્ગવેજ પ્રોડક્શન સાથે જોડાયેલ હશે. આ ખરેખર એક ગ્લોબલ કન્ટેન્ટ હશે.’

ઇન્ડિયન સિરીઝને રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી.કે. ડેવલપ કરશે અને ‘એમેઝોન સ્ટુડિયોઝ’ સાથે પ્રોડ્યૂસ કરશે. આ શોનું અનાઉન્સમેન્ટ જુલાઈ ૨૦૧૮માં થયું હતું. અગાઉ ઇટલી અને ઇન્ડિયાના જ વર્ઝન રિલીઝ કરવાની જાહેરાત હતી પરંતુ હવે મેક્સિકોનું વર્ઝન પણ હશે.

Related posts

‘કબીર સિંઘ’ મેં કિતને કીસીંગ સીન હૈ, કિયારાજી..?!!

Charotar Sandesh

અક્ષયકુમાર અને ડિમ્પલ કાપડિયા સ્ક્રીન પર રોમાન્સ કરતા કરતા રહી ગયા…

Charotar Sandesh

કંગના લોકો સામે રોઈ કરગરીને પોતાની દર્દભરી કહાની સંભળાવી રહી છેઃ ઋત્વીક

Charotar Sandesh