મુંબઈ, દિલ્હી, ગોવા સહીત દેશભરમાં જશ્ન : જકાર્તામાં મોનાસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી વોટર શો : સિંગાપુરના મરીના બેમાં આતશબાજી : મલેશિયાના પેટ્રોનાસ ટ્વિન ટાવરમાં લોકો ઉમટ્યા…
નવી દિલ્હી : દેશ-દુનિયામાં વર્ષ 2019ને વિદાય આપવામાં આવી છે. લોકોએ આનંદ-ઉમંગ સાથે નવા વર્ષ 2020નું સ્વાગત કરવામાં આવ્યું છે. ભારત સહિત વિશ્વના લોકો નવા અનેક આશાઓ સાથે નવા વર્ષના વધામણા કર્યાં છે. લોકોએ આતાશબાજી સાથે નવા વર્ષનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર લોકોએ કર્યું નવા વર્ષનું સ્વાગત.કરાયું હતું. દુનિયાભરમાં નવ વર્ષનું સ્વાગત કરાયું છે ભારતના દિલ્હી, મુંબઈ, ગોવા, લખનઉ, અમદાવાદ સહિત શહેરમાં લોકો જશ્નમાં ડૂબ્યા છે થાઈલેન્ડમાં ચાઓ ફ્રયા નદીની આસપાસ લોકોએ ભારે આતાશબાજી કરી હતી.
ફિલિપાઇન્સથી મેટ્રો મનીલામાં 2020ના શેપમાં ચશ્મા લગાવેલી યુવતીઓ. કંઇક આવા અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યાં લોકો. ઈન્ડોનેશિયાના જકાર્તામાં મોનાસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા પર રંગબેરંગી વોટર શો. લોકો તેનો આનંદ ઉઠાવી રહ્યાં છે. નવા વર્ષની પૂર્વ સંધ્યા પર સિંગાપુરના મરીના બેમાં કંઇક આ રીતે થઈ આતાશબાજી મલેશિયાના પેટ્રોનાસ ટ્વિન ટાવરમાં નવા વર્ષનું સ્વાગત કંઇક આવા અંદાજમાં થયું. આ દરમિયાન આતાશબાજી જોવા લાયક હતી.