Charotar Sandesh
ઈન્ડિયા ટ્રેન્ડીંગ

વોડાફોન-આઈડીયા મુશ્કેલીમાં: રૂા.53000 કરોડની રકમ છ દિવસમાં ચુકવવાનું અશકય…

સરકાર પાસે હપ્તા માંગશે: કંપનીઓને જો રાહત ન મળે તો બેન્ક ડિફોલ્ટ થવાનો ભય…

નવી દિલ્હી : દેશના ટેલીકોમ ક્ષેત્રમાં આગામી સમયમાં મોટો ભૂકંપ આવી શકે છે. સુપ્રીમ કોર્ટ દેશનો ત્રણ ટેલીકોમ કંપનીઓને સરકારના બાકી રૂા.1.46 લાખ કરોડની રકમ ચૂકવવા ફકત છ દિવસનો સમય આપ્યો છે અને તેમાં દેશની પ્રથમ નંબરની સૌથી મોટી ટેલીકોમ કંપની વોડાફોન, આઈડીયાના જોડાણનો નાણાકીય મુશ્કેલી ઉભી થઈ શકે છે. બન્ને કંપનીઓએ અગાઉ રીલાયન્સ, જીયોના આક્રમક માર્કેટીંગનો મુકાબલો કરવા માટે જે જોડાણ કરીને એક કંપની બનાવી હતી તેમાં લાંબા સમયથી ઠીકઠીક ચાલતુ ન હતું અને હવે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની બન્ને કંપનીઓએ લાયસન્સ ફી, સ્પેકટ્રમ યુઝર્સ ચાર્જ, પેનલ્ટી ચાર્જ પેયે રૂા.53000 કરોડ ચુકવવાના છે.

હવે કંપનીઓએ તેમાં હપ્તાની ચૂકવવા માટે સરકાર પાસે દરખાસ્ત કરી છે. જેમાં જાન્યુઆરી 23ની ડેડલાઈનમાં રૂા.4000 કરોડ ચૂકવશે. જેથી તેઓ સુપ્રીમના ચૂકાદાને સન્માન આપે છે તે દર્શાવી શકે. બાદમાં સરકાર પાસે તેઓ જીએસટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટના રૂા.9000 કરોડ સરકાર પાસે લેવાના છે. તે બાદ આપવા અને બાકીની રકમ હપ્તાથી ચૂકવવાની મંજુરી આપવા માંગ કરશે. બન્ને કંપનીઓ બાદમાં તેના ડીલર્સ અને ફાઈબર એસેટસ વેચીને નાણા ઉભા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ જો સરકાર આ રાહત ન આપે તો તે બેન્કોને જે ડયુ ચૂકવવાના છે તેમાં ડીફોલ્ટર થઈ શકે છે.

Related posts

કોરોના વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી…

Charotar Sandesh

૧૫ ડિસેમ્બરથી Yahoo ગ્રુપના પડી જશે પાટિયા, જલદી બીજા એકાઉન્ટમાં ટ્રાન્ફર કરી લો ડેટા…

Charotar Sandesh

ભારતમાં કોરોનાના ફરી ૫૦,૦૦૦થી વધુ પોઝિટિવ કેસ : ૭૦૪ લોકોના મોત…

Charotar Sandesh