Charotar Sandesh
વર્લ્ડ

વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની પાસે ગોળીબાર : ૧નું મોત, ૫ ઇજાગ્રસ્ત…

USA : અમેરિકાના વૉશિંગ્ટન (ડીસી)માં અમેરિકી પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ પાસે ગુરૂવારે રાત્રે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં સ્થાનિક અહેવાલ મુજબ એક વ્યક્તિનું મરણ થયું હતું અને બીજા થોડાકને ઇજા થઇ હતી.
પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આખા ય વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. પોલીસે આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે વૉશિંગ્ટનના નોર્થ વેસ્ટ (વાયવ્ય) વિસ્તારમાં કોલંબિયા રોડ પર આ દુર્ઘટના થઇ હતી. હુમલાખોરની તપાસ ચાલુ હતી એવા અહેવાલ મોડી રાત્રે મળ્યા હતા.
સ્થાનિક લોકોના કહેવા મુજબ મોડી રાત્રે પણ ગોળીબારના ધડાકા સંભળાયા હતા. એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ તરફ લઇ જતી દેખાઇ હતી.
સ્થાનિક મિડિયાના રિપોર્ટ મુજબ અમેરિકી પ્રમુખ રોનાલ્ડ ટ્ર્‌મના નિવાસસ્થાનથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આ ઘટના બની હતી. લોકલ ટીવી ચેનલ ફોકસ ફાઇવના કહેવા મુજબ છ વ્યક્તિને ગોળીબારથી ઇજા થઇ હતી.
અમેરિકામાં ચણા-મમરાની જેમ ગન વેચાતી હોય છે અને ગન કલ્ચર વિશે સતત ટીકા થતી હોવા છતાં આજ સુધી ગન કલ્ચરને નષ્ટ કરી શકાયું નથી.

  • Naren Patel

Related posts

ચીને લદ્દાખ નજીક એલઓસી પર ૬૦,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત કર્યા : અમેરિકા

Charotar Sandesh

અફઘાનીસ્તાનમાં દેખાયો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની, અમેરિકાએ જાહેર કર્યુ હતું ૩૫ કરોડનુ ઈનામ

Charotar Sandesh

કાતિલ કોરોના; ચીન કરતા પણ ઈટલીનો મૃત્યુઆંક વધુ – 3405

Charotar Sandesh