Charotar Sandesh
બોલિવૂડ

શાહરૂખ ખાને ૧૩.૩૨ કરોડમાં ખરીદ્યું હતું ‘મન્નત’, હવે કિંમત થઈ ૨૦૦ કરોડ…

આ બંગલાનો ઢાંચો ૨૦મી સદીના ગ્રેડ ૩ હેરિટેજનો છે અને આ બધી તરફથી ખુલે છે…

મુંબઇ,

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના ઘરનું નામ મન્નત છે અને જયારે તેણે આ ઘર ખરીદ્યું ત્યારે તેની કિંમત ફકત ૧૩.૩૨ કરોડ રૂપિયા હતી પણ આજે આ ઘરની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ ઘરને ડિઝાઇન શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું છે, નોંધનીય છે કે ગૌરી એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે. આ ઘરનું પહેલું નામ વિલા વિએના હતું. આ બંગલાને પહેલા શૂટિંગ માટે ભાડે આપવામાં આવતું હતું અને આ દ્યરમાં સની દેઓલની ફિલ્મ નરસિમ્હાનું કલાઇમેકસ પણ શૂટ કરવામાં આવ્યું છે. તેની સાથે જ આ બંગલામાં ગોવિંદાની ફિલ્મ શોલા ઓર શબનમની પણ શૂટિંગ થઈ છે.

શાહરુખ ખાને જયારે આ બંગલો ખરીદ્યો ત્યારે તેની કિંમત ૧૩.૩૨ કરોડ રૂપિયા હતી. હવે આ ઘરની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ બંગલાનો ઢાંચો ૨૦મી સદીના ગ્રેડ ૩ હેરિટેજનો છે અને આ બધી તરફથી ખુલે છે. આ ઘરમાં કુલ પાંચ બેડરૂમ છે. આ સિવાય મલ્ટીપલ લિવિંગ એરિયા, એક જિમ્નેજિયમ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ આમાં ઉપલબ્ધ છે.

Related posts

બોલિવૂડ સ્ટાર્સ આમિર ખાન બાદ આર માધવન થયો કોરોના સંક્રમિત….

Charotar Sandesh

ઋત્વિક રોશનની માતાએ અભિનેતા સુશાંતસિંહ કેસ મુદ્દે મોટું નિવેદન આપ્યું…

Charotar Sandesh

આમિર ખાને ફિલ્મ ’સૂરજ પે મંગલ ભારી’ થિયેટરમાં જોઈ, કરિશ્મા તન્નાએ માન્યો આભાર…

Charotar Sandesh