Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત રાજકારણ

શીલી નું સરગમ ડબલ રોલમાં સરપંચ ?

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં વ્હાલા બનતા ફૂદેડીલાલની સોશ્યલ મીડિયાએ ખોલી પોલ
પત્રકાર નિમેષ પીલુન

તાજેતરમાંજ સંપન્ન થયેલ લોકસભાની ચૂંટણી દરમ્યાનની કેટલીક ઘટનાઓએ સોશ્યલ મીડિયામાં ખુબ ફેલાઈ રહી છે.ચૂંટણી દરમ્યાન બન્ને પક્ષના ઉમેદવારોના વફાદાર બનવાની લોમડીની ચાલ રમતા કેટલા શિખંડીઓની આ વખતે સોશ્યલ મીડિયાએ પોલ ખોલી નાખતા આવા ”ફૂદેડી લાલો ને ” હવે ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે,તો જે તત્વોએ બન્ને પક્ષોના વહાલા બનવાની કોશિષ કરી છે. તેમને ભાજપ અને કોંગ્રેસના એમ બને પક્ષના સ્થાનિક હોદ્દેદારોએ અંડરલાઇન કરી દીધા છે,અને કહેવાય છેકે દૂધ અને દહીં માં પગ રાખતા આવા લોકોનો હિસાબ કરી નાખવામાં આવશે

ઇન્ટરનેટ સુવિધાવાળા સેલફોન આજકાલ દરેકના હાથમાં જોવા મળે છે, તેમાંય કેમેરાની સુવિધા ઉપલબ્ધ હોઈ દરેક વ્યક્તિ પોતાની પાસે કોઈ ”સોલિડ માહિતી” હોય તેવું ઈચ્છે છે અને તેથી હવે કોઈ વાત છુપી રહેતી નથી.તેથીજ ઉમરેઠના શીલી ગામની એક વાયરલ તસ્વીર હાલમાં મોસ્ટ ચર્ચાનું કારણ બની છે,સૂત્રોના જણવ્યા મુજબ તસ્વીરમાં દેખાતો વ્યક્તિ શીલી ગામનો સરપંચ છે

લોકસભા 2019ની આણંદ બેઠકની ચૂંટણીમાં ભાજપ તરફથી મિતેષ પટેલ તેમજ કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી આમને- સામને હતા,ચૂંટણી પહેલા પ્રચાર કાર્યમાં ગામડે ગામડે અને મતદારોના દ્વારે દ્વારે ફરતા ઉમેદવારો પાસે ”હું તો તમારો જ છું ” તેવી પ્રતીતિ કરાવવા ઘેલા બનતા તત્વો ભાજપના અને કોંગ્રેસના એમ બન્ને ઉમેદવારોને ”માખણ” ચોંટાડી ફાવતું મેળવી લેવાની તજવીજ કરતા આ વખતે સેલફોનમાં કેદ થઇ સોશ્યલ મીડિયામાં ઉઘાડા પડી ગયા છે અને તે જ કારણે આવા તત્વોને ”ચુલ્લુ ભર પાણી”માં ડૂબી મરવાનો વારો આવ્યો છે.

આજકાલ વોટ્સઅપ ઉપર શીલીની એક તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે,જેમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી તેમજ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસના હાથના નિશાનવાળો ખેસ પહેરી બેઠેલો વ્યક્તિ વળી પાછો ભાજપના મિતેષ પટેલ સાથે કમળનો ખેસ પહેરીને ઉભેલો દેખાય છે,આ તસ્વીર આજકાલ આણંદ જિલ્લામાં ખુબ વાયરલ થઇ રહી છે તસ્વીરમાં દેખાતો અને ડબલરોલમાં કામ કરતો એ કલાકર કોણ છે, તે જો કોઈ જાણતું હોય તો કોમેન્ટબોક્ષમાં લખે

Related posts

આજના યુવાનોને પરિવારવાદ અને અરાજક્તાથી નફરત : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

નકલી-નકલી સાવધાન ! ઘી, મિઠાઈ, મસાલા બાદ હવે મુખવાસમાં ભેળસેળ, ૧.૪૦ ટન જથ્થો જપ્ત

Charotar Sandesh

અમદાવાદમાં પોલીસકર્મી સહિત ડ્રગ્સ ડીલરો ઝડપાયા : ૧ કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા

Charotar Sandesh