જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા છે. સેનાના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. જેના જવાબી કાર્યવાહીમાં બે આતંવાદીઓ ઠાર કરાયા હતા.
લશ્કરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં હિન્દસીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન બે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો જેને પગલે અથડામણ સર્જાઇ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઘટનાસ્થળ પરથી હથિયાર અને અન્ય સામગ્રી મળી આવી હતી.