Charotar Sandesh
વર્લ્ડ

શ્રીલંકામાં સંપૂર્ણ પણે કર્ફ્યૂ હટાવાયોઃ ૧૦૦થી વધુ લોકોની ધરપકડ

શ્રીલંકામાં સરકારે સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં લઇને કર્ફયુ લગાવ્યો હતો. જા કે સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે ૭ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી કર્ફયુ લગાવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે મુસ્લમ વિરોધી તોફાનને લઇને ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ વિભાગના મીડિયા અધિકારીના જણાવ્યા અનુસાર લોકોની આવન-જાવન તેમજ એકઠાં થવા પરનો પ્રતિબંધ દેશભરમાંથી ઉઠાવી લેવામાં આવ્યો છે.
જા કે ઉત્તરી-પૂર્વી અને ગમપાહામાં રાત્રે ૭ વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો કર્ફયુ લગાવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં શ્રીલંકામાં ઇસ્ટરના અવસર પર ત્રણ ચર્ચ અને ત્રણ લકઝરી હોટલ પર થયેલા નવ આત્મઘાતી હુમલામાં ૨૫૮ લોકોના મોત નિપજ્યાં હતા અને જ્યારે ૫૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતા.
આ હુમલાથી નારાજ સિંહલી સમુદાયના લોકોએ કેટલીક જગ્યાઓ પર મુસ્લમ સમુદાયની દુકાન, મસ્જદને નિશાન બનાવી હુમલો કર્યો હતો. મુસ્લમોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે હિંસા દરમિયાન પોલીસ મુકદર્શક બની રહી હતી. વાયુસેના હેલિકોપ્ટર દ્વારા નજર રાખશે. શ્રીલંકાના સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દેશમાં હાલમાં Âસ્થતિ નિયંત્રણમાં છે.

Related posts

અમેરિકામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાનના ઉપક્રમે ૧૪ નવેં.૨૦૧૯ના રોજ ”એડવોકસી ડે” ઉજવાયો…

Charotar Sandesh

જાપાનમાં પૂરનું સંકટ : ૨.૪૦ લાખ લોકોનું સ્થળાંતર કરાયું…

Charotar Sandesh

શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ હિંસા ફાટી નીકળી : સાંસદ સહિત પ ના મોત

Charotar Sandesh