તસ્કરોએ એક બંધ મકાન નિશાન બનાવીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના એલસીડી ટીવી સહિત કુલ રૂપિયા ૨,૩૦,૫૦૦ની મતાની ચોરી ગયા હતા….
આણંદ : શ્વેતનગરી આણંદમાં ફરી તસ્કર ટોળકી સક્રીય થઈ છે. શહેરના મંગળપુરા ઈરમા રોડ પર આવેલ શીવશકિત સોસાયટીમાં ત્રાટકેલ તસ્કરોએ એક બંધ મકાન નિશાન બનાવીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના એલસીડી ટીવી સહિત કુલ રૂપિયા ૨,૩૦,૫૦૦ની મતાની ચોરી ગયા હતા. આ બનાવ અંગે શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આણંદ શહેરના વઘાસી રોડ પર આવેલ નેસ્ટ વાટીકાની સામે ધરણીપાર્ક સોસાયટીમાં રહેતા બંકીમ પ્રવિણ પટેલનું મંગળપુરા ઈરમા રોડ પર શિવશકિત સોસાયટી મકાનના બંધ મકાન માં ગત તા. ૩૦-૯-૧૯ની રાત્રે તસ્કરો ત્રાટકયા હતા તસ્કરોએ મકાનના આગળના દરવાજાની લોખંડની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં આવેલ તીજોરીનું લોક તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના ચાંદીની ગાય ચાંદીનો લોટો ચાંદીની રોકડ રકમ તથા બેડરૂમમાં મુકેલું એલઈડી ટીવી સહિત કુલે ૨૩૦૫૦૦ની મતા ચોરી ગયા હતા.
ચોરીના બનાવ અંગે બંકીમ પ્રફુલ પટેલ આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાત ધરી છે.
આણંદ શહેર સહિત જિલ્લામાં અવારનવાર ઘરફોડ ચોરી તથા બાઈક ચોરી સહિત વાહનચોરીના બનાવ વધ્યા છે. પરંતુ પોલીસ તંત્ર દ્વારા માત્ર એકાદ બે ઘરફોડીયાઓને ઝડપી પાડીને સંતોષ માનવામાં આવે છે તો વળી કયારેક બાઈક ચોરોને ઝડપી પાડીને કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાતું નથી જેના કારણે ઘરફોડીયાઓને આ તકનો લાભ લઈને અવારનવાર વારંવાર હાથ અમજાવવાના હોય છે.