સંજય દત્તનો સંબંધ તેની પહેલી પત્નીની પુત્રી ત્રિશલા દત્તની સાથે સતત ખરાબ થઇ રહ્યો છે. હાલમાં જ ખબર હતી કે સંજય દત્તે તેની પુત્રી સથે બહારના લોકો જેવો વ્યવહાર કરે છે. ત્રિશલા સંજયની પહેલી પત્ની રિચા શર્માની પુત્રી છે. જેમનું નિધન ૧૯૯૬માં બ્રેન કેન્સરને લઇને થઇ ગયું હતું. ખબર હતી કે સંજય દત્ત હવે તેની પુત્રી ત્રિશલા એકબીજાથી વાત કરતા નથી. અત્યાર સુધી ત્રિશલા કે તેના પિતા સંજય દત્ત તરફથી આ વાત પર કોઇ પ્રતિક્રિયા સામે આવી ન હતું. પરંતુ હવે એક ફેનએ ત્રિશલાને આ અંગે પૂછ્યું તો તેને સ્પષ્ટ કર્યું છે.
હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફેને ત્રિશલાને પૂછ્યું કે ખબર છે કે તમારા પિતાથી તમારા સારા સંબંધ નથી. તેને સ્પષ્ટ કરો? જેના પર ત્રિશલાએ કહ્યું કે, ન્યૂઝ પેપરમાં છાપવામાં આવતી દરેક ખબર પર મહેરબાની કરીને વિશ્વાસ ન કરો. મને નથી ખબર કોણ અને કેવી રીતે આ ખબર આવી રહી છે. પરંતું એવું કંઇ જ નથી.
જણાવી દઇએ કે ત્રિશલાના ઇટાલિયન બોયફ્રેન્ડની આ વર્ષે જુલામાં નિધન થયું હતું. જે બાદ તે ખૂબ દુખી હતી ત્રિશલાએ એક ભાવૂક પોસ્ટ પણ તેના માટે શેર કરી હતી. પરંતુ ત્રિશલા જ્યારે આ ઉતાર – ચઢાવમાંથી પસાર થઇ રહી હતી ત્યારે તેના પિતા તેની સાથે ન હતા. જોકે, ત્રિશલાએ તેને પિતાના ૬૦માં જન્મ દિવસ પર વિશ નહોતુ કર્યું. તો ત્રિશલાના જન્મદિવસ પર પણ સંજય દત્તે વિશ કર્યું ન હતું. તે બાદ બાપ-પુત્રીના સંબંધમાં ખટાશ આવી ગઇ હોય તેવી ખબર આવી રહી હતી.