Charotar Sandesh
ઈન્ડિયા

સતીશ કુંભાણી ભાગેડું જાહેર બિટકોઇન કૌભાંડઃ દિવ્યેજ દરજીને અંતે જામીન મળ્યા

બિટકોઇન કૌભાંડ પ્રકરણમાં આખરે મુખ્ય આરોપી સતીશ કુંભાણી, ધવલ માવાણી અને સુરેશ ગોરસીયાને કોર્ટે ભાગેડું જાહેર કર્યા છે. તમામને કોર્ટે આગામી છઠ્ઠી મે, ૨૦૧૯ સુધી કોર્ટ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ પ્રકરણમાં આરોપી દિવ્યેશ દરજીને હાઈકોર્ટે જામીન આપ્યા છે.
બિટકોઇન કૌભાંડ પ્રકરણમાં દિવ્યેશ દરજી સહિતના આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. રોકાણકારોને લોભામણી લાલચો આપી, કરોડો રૂપિયા ઉઘરાવીને આરોપીઓ પલાયન થઈ ગયા હતા. આ કેસમાં સીઆઇડીએ આરોપી સામે ઇ.પી.કો. કલમ ૪૦૯, ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) તથા જીપીઆઇડી એક્ટ ૨૦૦૩ની કલમ ૩ તથા ધી પ્રાઇઝ ચીટ એન્ડ મની સક્્ર્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટની કલમ ૪,૫,૬ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ દરમિયાન આરોપી દિવ્યેશ દરજીને ત્યાં આઇટીએ દરોડા પાડ્યા હતા. જાકે, અધિકારીઓ કરતાં દિવ્યેશ દરજી એક કદમ આગળ રહ્યો હતો અને દુબઈ ભાગી ગયો હતો. અલબત્ત, સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ દુબઈ પહોંચી આરોપી દિવ્યેશની ધરપકડ કરી હતી.

Related posts

ઝાંબિયાના રાષ્ટ્રપતિ એડગર ચાગ્વા લૂંગૂએ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૯,૧૪૮ નવા કેસ, ૪૩૪ના મોત…

Charotar Sandesh

સુસ્વાગતમ્ : રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદમાં : ભવ્યાતિભવ્ય રોડ શો : PMએ કહ્યું- અતિથિ દેવો ભવ:

Charotar Sandesh